ભારે સ્નોના કારણે દેશભરમાં રેલ સેવા ખોરવાઇ હતી. રવિવારે રાત્રે બરફ અને સ્નોના કારણે સમગ્ર નેટવર્ક રેલના સાઉથ ઇસ્ટ નેટવર્કમાં ગંભીર વિક્ષેપ સર્જાયો હતો અને તે વિલંબ સોમવારની સવાર સુધી ચાલુ રહ્યો હતો. લોકોને મુસાફરી કરતા પહેલા તપાસ કરવાની સલાહ અપાઇ હતી.
રેલના પાટાઓ બરફ અને સ્નોથી ઢંકાયેલી હોવાના કારણે ટ્રેન એન્જીન ઇલે
ક્ટ્રિક રેલમાંથી પાવર ખેંચી ન શકતા તમામ માર્ગો પરની દરેક દિશામાં જતી પ્રથમ ટ્રેનો રદ કરાઇ હતી. લંડન વોટરલૂથી બહાર જતી સાઉથઇસ્ટર્ન રેલ્વેમાં સોમવારે સવાર સુધી વિલંબ ચાલુ રહ્યો હતો. ગ્રેટર એંગ્લિયા, સાઉથ વેસ્ટર્ન રેલ્વે અને સધર્ન દ્વારા ચલાવાતી સેવાઓમાં પણ મોટો વિક્ષેપ જણાયો હતો.
લંડન અંડરગ્રાઉન્ડ ટ્રેનોમાં પણ ભારે વિલંબ જણાયો હતો અને એક લાઈન સિવાયની તમામને અસર થઈ હતી. લંડન અંડરગ્રાઉન્ડની નોર્ધર્ન લાઇનની હાઇ બાર્નેટ અને આર્ચવે વચ્ચેની; ફિન્ચલી સેન્ટ્રલ અને મિલ હિલ ઈસ્ટ વચ્ચેની અને એજવેર અને ગોલ્ડર્સ ગ્રીન વચ્ચેની સેવાઓ તથા સેન્ટ્રલ લાઇન પર હેનોલ્ટ અને વુડફોર્ડ વચ્ચેની સેવાઓ ખેરવાઇ હતી. હજારો મુસાફરોએ રેલ હડતાલ વચ્ચે મુસાફરી ટાળવા માટે ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું.