- ઇકો-પ્રોટેસ્ટર્સ ‘જસ્ટ સ્ટોપ ઓઇલ’ બરફની અરાજકતામાં અટવાયેલા ડ્રાઇવરો માટે વધુ દુઃખનું કારણ બન્યું હતું અને સોમવારે સવારે સાઉથ લંડનના ક્લેપામ સાઉથ નજીક A24 રોડ બ્લોક કર્યો હતો.
- કોર્નવોલ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના ક્રિટિકલ કંટ્રોલ સેન્ટર અને હાઇવે સર્વિસે અત્યાર સુધીમાં તા. 10થી 12 સુધીમાં બરફ અને સ્નો સાથે જોડાયેલા રોડ ટ્રાફિક અકસ્માતોના 300થી વધુ બનાવો નોંધ્યા હતા.
- વાહનના ડ્રાઇવરોને માત્ર શિયાળામાં અકસ્માતો ટાળવા માટે જ નહીં પરંતુ £40 થી £10,000 સુધીના વ્યક્તિગત દંડની પણ કાળજી લેવાની જરૂર છે. કાર પર જમા થયેલો બરફ સાફ ન કર્યો હોય તો દંડ અને લાયસન્સ પર 3 પોઇન્ટ મળી શકે છે.
- દેશમાં બરફ પડતાં કેટલાક બ્રિટ્સ દેશભરના તળાવો અને પૂલમાં ઠંડા પાણીમાં તરવા જતા જોવા મળ્યા હતા. લંડનમાં, તરવૈયાઓ હાઈડ પાર્કના સર્પેન્ટાઈન ખાતે સ્વિમિંગ કોસ્ચ્યુમ, શોર્ટ્સ અને ટોપી પહેરીને ઠંડા પાણીનો સામનો કરતા જોવા મળ્યા હતા.
- ગ્લોસ્ટરશાયરના ચેલ્ટનહામમાં એક વાહન અકસ્માતને કેમેરામાં કેદ કરાયા બાદ તેનો સોસ્યલ મિડીયા પર 700,000થી વધુ વખત જોવામાં આવ્યો હતો.
- લિટલહેમ્પટન અને હોવ વચ્ચે એક ટ્રેન અટકી જતા અને લાઇન બ્લોક થઈ જતાં રેલ સેવાઓ રદ કરવામાં આવી હતી.
- સોમવારે રાત્રે, સ્કોટલેન્ડના ટ્રેસ્ટા – વીસડેલ નજીક 40 વાહનો રસ્તાની સ્થિતિને કારણે ફસાઇ જતા કોસ્ટગાર્ડ રેસ્ક્યુ ટીમોએ ફસાયેલા વાહનચાલકોને બચાવી લીધા હતા.
- સ્કોટીશ ટાપુઓ ભારે બરફથી હિટ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં યેલ, અનસ્ટ અને વ્હાલ્સે ટાપુઓ સાથે નોર્થ મેઇનલેન્ડમાં વો અને બ્રાનો સમાવેશ થાય છે.
- સ્કોટીશ ફેર આઇલના અપવાદ સિવાય, તમામ ટાપુઓ પરની તમામ શાળાઓ અને પ્રારંભિક શિક્ષણ સેટિંગ બંધ છે. ખરાબ હવામાનના કારણે હાઈલેન્ડ કાઉન્સિલ વિસ્તારની કેટલીક શાળાઓ પણ બંધ છે.
- બાલમોરલ ખાતે -15C, એવિમોર ખાતે -14C, ડાલવિન ખાતે -13C અને ફાઇવી કાસલ ખાતે -12C તાપમાન નોંધાયું હતું.
- સ્કોટલેન્ડના ડમફ્રીઝ અને ગેલોવેમાં છ શાળાઓ ફાટેલી પાઈપો અથવા હીટિંગની નિષ્ફળતાને કારણે બંધ રખાઇ હતી.