1લી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય ધૂમ્રપાન છોડો ઝુંબેશ, ‘સ્ટોપટોબર’ની શરૂઆત સાથે એક નવા અભ્યાસમાં યુકેમાં સૌથી વધુ ધૂમ્રપાન વુસ્ટરશાયરના વીચેવનમાં કરતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ રશક્લિફ અને ચોર્લીનો નંબર આવે છે. જ્યારે સાઉથ હેમ્સમાં ધૂમ્રપાન કરનારાઓમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ઓનલાઈન વેપ સ્ટોર ગો સ્મોક ફ્રી એ 2018 અને 2021ની વચ્ચેના ONS ડેટાનું વિશ્લેષણ કરતા વીચેવનમાં 2018થી 130.88%નો આશ્ચર્યજનક વધારો થયો હતો. આશરે 12,238 લોકોએ ધૂમ્રપાન અપનાવ્યું હતું અને સમગ્ર વસ્તીના 15.7% લોકો હાલમાં ધૂમ્રપાન કરે છે.
બીજા સ્થાને રશક્લિફ, નોટિંગહામશાયરમાં 127.78%ના વધારા સાથે 5,558 નવા લોકોએ ધૂમ્રપાન શરૂ કર્યું હતું કે રશક્લિફની વસ્તીના 8.2% લોકો ધૂમ્રપાન કરે છે. ચોર્લી, લેન્કેશાયરનાં ધૂમ્રપાન કરનારાઓમાં 120% વધારા સાથે આશરે 11,411 લોકોએ સીગારેટ પીવાનું શરૂ કર્યું હતું. કુલ મળીને ચોર્લીના લગભગ 17.6% વસ્તી ધૂમ્રપાન કરે છે.
તે પછી રિબલ વેલી (લેન્કેશાયર), બ્રેન્ટવુડ (એસેક્સ), બ્રોડલેન્ડ (નોર્ફોક) વેલ ઓફ વ્હાઇટ હોર્સ (ઓક્સફોર્ડશાયર) ડોવર (કેન્ટ) એરવાશ (ડર્બીશાયર) વોરીક (વોરીકશાયર)નો નંબર આવે છે.