(ANI Photo)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા આ પ્રખ્યાત તીર્થધામ ખાતે સ્કાયવોક અને પુનઃનિર્મિત પાર્વતી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ હતાં.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના CEO અંશુલ ગર્ગે રાષ્ટ્રપતિ મુર્મુને આ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 200-મીટરનો સ્કાયવોક તીર્થયાત્રીઓની યાત્રાને સરળ બનાવશે, કારણ કે તેનાથી પાર્વતી ભવન જવાનો અને ત્યાંથી પરત આવવાનો માર્ગ અલગ થશે. રૂ.9.89 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા સ્કાયવોક ટ્રેક લેવલથી 20 ફૂટ ઉપર છે. તેનાથી મનોકામના ભવન અને ગેટ નંબર-3 વચ્ચેની ટ્રાફિકની સ્થિતિને હળવી કરવામાં મદદ મળશે. આ જગ્યા પર 2023માં થયેલી નાસભાગમાં 12 લોકોના મોત થયા અને 16 લોકો ઘાયલ થયા હતા.

સ્કાયવોકનો હેતુ યાત્રાળુઓની ભીડને ઓછી કરવાનો તથા પાર્વતી ભવન ખાતે ભીડનું યોગ્ય સંચાલન કરવાનો છે. પાર્વતી ભવનને લગભગ રૂ.15 કરોડના ખર્ચે સંપૂર્ણ રીતે રિમોડલ કરવામાં આવ્યું છે અને તે યાત્રાળુઓ માટેની વિનામૂલ્યે સુવિધા છે.

LEAVE A REPLY