રોગચાળાને કારણે બે વર્ષની ગેરહાજરી પછી આ વર્ષે શ્રી કચ્છ લેવા પાટીદાર કોમ્યુનીટી SKLPC (UK)ની મહિલાઓ દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિની ઉજવણી કરવા માટે ખાસ રંગોળી બનાવવામાં આવી હતી.
આ માટેના રંગોના મિશ્રણની તૈયારી અગાઉથી કરવામાં આવી હતી અને 3 દિવસના સમયગાળામાં ખૂમ જ સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. રંગોળી તૈયાર કરવા માટે SKLPC (UK)ના ધાની કેરાઈ, મંજુ સિયાણી, પુષ્પા વરસાણી, કાંતા ગોરસિયા, રામા વેકરિયા, સુમી હાલાઈ, હીરુ ભુડિયાએ વિશેષ જહેનત કરી હતી.
SKLPC(UK) ની મહિલાઓ દર વર્ષે સંસ્થાના એન્યુઅલ ફંકશન, નવરાત્રી અને દિવાળીની ઉજવણી માટે દર વર્ષે સમર્પિત રીતે રંગોળી બનાવે છે.