મિસિસિપી પોલીસના છ શ્વેત અધિકારીઓએ બે નિર્દોષ અશ્વેત પુરુષોને સેક્સ ટોય, ટેઝર્સ અને તલવારનો ઉપયોગ કરીને કલાકો સુધી ત્રાસ આપ્યાની કબૂલાત કરી હતી. આ સમગ્ર પોલીસે એક વ્યક્તિને ગોળી મારી હતી, જે તેના મોઢામાં થઈને ગરદનમાંથી આરપાર નિકળી હોવાનું યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ગુરુવારે જણાવ્યું હતું.
પીડિત પર ક્રૂર હુમલો કર્યા પછી એ કૃત્યને છાવરવા તેને લોહી નીકળતી હાલતમાં છોડી દેવાયો હતો, કારણ કે તેઓ તેમના ગુનાના પુરાવા છૂપાવવા માંગતા હતા. આ બનાવ અમેરિકાના પોલીસિંગ પરનો તાજેતરનો રંગભેદી વલણનો ડાઘ છે.
એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે જણાવ્યું હતું કે, “આ કેસમાં પ્રતિવાદીઓએ તેમના પીડિતોને ત્રાસ આપ્યો અને અકથ્ય નુકસાન પહોંચાડ્યું, નાગરિકોના નાગરિક અધિકારોનું ગંભીરપણે ઉલ્લંઘન કર્યું, જો કે તેઓનું કામ રક્ષણ કરવાનું છે. આ કસુરવાર પોલીસ અધિકારીઓએ કાયદાના અમલીકરણ અધિકારીઓ તરીકે શપથ લીધા હતા તેની પણ શરમ રાખી નહોતી.”
મિસિસિપીના રેન્કિન કાઉન્ટી શેરિફ વિભાગના પાંચ હાલના સભ્યો અને રીચલેન્ડ પોલીસ વિભાગના એક ભૂતપૂર્વ સભ્યે ગુરુવારે નાગરિક અધિકારોનો ભંગ, કાયદાનો ભંગ, વંશીય દુર્વ્યવહાર અને ન્યાયમાં અવરોધ સહિતના અનેક આરોપો માટે પોતે દોષિત હોવાની કબૂલાત કરી હતી.
તમામ છએ સ્વીકાર્યું કે આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ શંકાસ્પદ પ્રવૃત્તિના બનાવના પ્રતિભાવમાં તેઓએ એક ઘરના દરવાજા પર લાત મારી ખોલ્યો હતો અને ત્યાં બે અશ્વેત માણસો પર સતત અને કોઈ ઉશ્કેરણી વિના હુમલો કર્યો હતો.
તેઓએ પુરુષોને હાથકડી પહેરાવી હતી અને વંશીય રીતે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
તેઓએ ધાતુની તલવાર અને લાકડાના રસોડાનાં સાધનો વડે એક માણસને વારંવાર માર્યો હોવાનું ન્યાય વિભાગે જણાવ્યું હતું.
ડેપ્યુટી હન્ટર એલવર્ડ, 31, તેની બંદૂકના ચેમ્બરમાંથી એક ગોળી કાઢી અને ટ્રિગર ખેંચતા પહેલા તેના હથિયારથી એક માણસના મોંમાં દબાણ કર્યું. “એલવર્ડે બીજી વખત ડ્રાય-ફાયર કરવાના ઇરાદે સ્લાઇડ રેક કરી. જ્યારે એલવર્ડે ટ્રિગર ખેંચ્યું, ત્યારે બંદૂકમાં ગોળી છૂટી ગઈ હતી. ગોળીથી (પીડિતની) જીભ ફાટી ગઈ, તેનું જડબું તૂટી ગયું અને તેની ગરદનમાંથી બહાર નીકળી ગઈ,” DoJ એ કહ્યું. તેમના ગંભીર રીતે ઘાયલ પીડિતને લોહી વહેતું હોવાથી, પુરુષોએ તેમની ક્રિયાઓને ન્યાયી ઠેરવવા પુરાવા રોપવાનું નક્કી કર્યું.
“ઉલ્લેખનીય રીતે, પીડિત ગોળીબારમાં બચી ગયો હતો, તેમ છતાં આ પ્રતિવાદીઓએ તેને નોંધપાત્ર સમય માટે ફ્લોર પર લોહી વહેતું છોડી દીધું હતું… કારણ કે તેઓ તેમના ગેરવર્તણૂકને છુપાવવા માટે ખોટી વાર્તા બનાવવામાં ખૂબ વ્યસ્ત હતા,” ફરિયાદી ક્રિસ્ટન ક્લાર્ક પત્રકારોને જણાવ્યું હતું.