ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં મંગળવારે એક બહુમાળી હોસ્ટેલમાં આગ ભભૂકી ઉઠતા છ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી. વેલિંગ્ટન વિસ્તારના લોફર લોજના ઉપરના માળે મંગળવારે મધરાત બાદ આગ ફાટી નીકળી હતી. પોલીસે જણાવ્યું કે આગનું કારણ જાણી શકાયું નથી.
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ન્યુઝીલેન્ડ (FENZ) એ જણાવ્યું હતું કે, “હજુ પણ સંખ્યાબંધ લોકો લાપતા છે, હાલમાં લાપતા અને મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને પુષ્ટિ કરી શકાતી નથી.વડા પ્રધાન ક્રિસ હિપકિન્સે જણાવ્યું હતું કે છ લોકો મૃત્યું પામ્યાં હતાં અને પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુની સંખ્યા 10 કરતા ઓછી હશે અપેક્ષા છે.
પોલીસે જણાવ્યું હતું કે 92 રૂમ ધરાવતી ઇમારત પ્રવેશવા માટે સલામત ન બને ત્યાં સુધી તેમની પાસે વધુ માહિતી આપવાનું મુશ્કેલ છે. ઇમારતની છત તૂટી પડવાનું જોખમ છે. અત્યાર સુધીમાં બાવન લોકોનો બહાર કાઢવામાં આવ્યાં છે.