ચીન સાથે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર કેટલાંક વિસ્તારોમાં બંને દેશોના સૈનિકો ખૂબ જ નજીક હોવાથી સ્થિતિ “ખૂબ જ નાજુક” અને લશ્કરી મૂલ્યાંકનના સંદર્ભમાં “ખૂબ ખતરનાક” છે. બંને દેશો વચ્ચે ઘણા વિસ્તારોમાં સૈનિકોને પાછા ખેંચી લેવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવા છતાં આવી સ્થિતિ છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું.
એક ન્યૂઝ ચેનલની ઇવેન્ટમાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો ફરી સામાન્ય થઈ શકે નહીં. ભારત અને ચીની સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં અમુક ઘર્ષણ પોઇન્ટ્સ પર છેલ્લા ત્રણ વર્ષથી મડાગાંઠ છે. ચીન સાથે આપણા સંબંધો ખૂબ જ પડકારજનક અને અસાધારણ તબક્કામાં છે.