સ્ટાર એકેડેમીના સીઇઓ સર હમીદ પટેલને ઓફસ્ટેડના બોર્ડના વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા બાદ તેઓ યુકેની શિક્ષણ સંસ્થાઓનું ઇસ્લામિકરણ કરશે એવી અફવાઓને સરકારે રદીયો આપ્યો છે.
જોકે, શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ‘’અમે રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરીએ છીએ ઓફસ્ટેડ નહીં. ઓફસ્ટેડ દેશભરમાં શાળાઓ અને વધુ શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે તેના ઇન્સપેક્ટર મોકલે છે. જે સીધા સરકારને રિપોર્ટ કરે છે. વિદ્યાર્થીઓ શું શીખે છે તેના માટે ઓફસ્ટેડનું બોર્ડ જવાબદાર નથી. ઇંગ્લેન્ડનો શાળા અભ્યાસક્રમ શિક્ષણ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે.’’
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જણાવાયું હતું કે હમીદ પટેલ પાસે ઇંગ્લેન્ડની શાળાઓમાં કયા વિષયો ભણાવવામાં આવશે તે નક્કી કરવાનો અધિકાર છે. તો એકે કહ્યું હતું કે તેઓ તેમના ધાર્મિક (ઇસ્લામિક) માન્યતાઓને આધારે અભ્યાસક્રમમાં ફેરફારો કરશે. તો કોઇકે યુકેનું ઇસ્લામીકરણ થશે તો કોઇકે હવે શરિયા કાયદો લાગુ કરી શકાય છે એવી પોસ્ટ મૂકી હતી.
પટેલ માત્ર પાંચ મહિના સુધી સેવા આપશે.
