જર્મનીના મ્યુનિક ખાતે 17-19 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાઈ રહેલી મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં 18 ફેબ્રુઆરીએ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિશે તેમના ભાષણ દરમિયાન ચીન રશિયાને મદદ કરતું હોવાનો આડકતરો સંકેત આપ્યો હતો અને જણાવ્યું હતું કે અમે એ બાબતથી પણ પરેશાન છીએ કે યુદ્ધ શરૂ થયું ત્યારથી બેઇજિંગે મોસ્કો સાથે તેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા છે. જો ભવિષ્યમાં રશિયાને મદદ કરવાના ચીનના કોઇ પગલાં લેશે તો યુદ્ધ વધુ ખુંખાર બનશે અને હત્યાઓ ચાલુ રહેશે. તેનાથી નિયમ આધારિત વ્યવસ્થા પણ નબળી પડશે.
બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાને એન્ટની બ્લિન્કેને ચીનને ચેતવણી આપી હતી કે જો તે યુક્રેન યુદ્ધમાં રશિયાને સમર્થન કરશે તો તેના પર પ્રતિબંધો લાદવામાં આવશે. બ્લિંકને ઉત્તર કોરિયાના ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) પરીક્ષણની પણ ટીકા કરતાં જણાવ્યું હતું કે તે અસ્થિરતાનું કૃત્ય છે. આવા મોટા આંતરરાષ્ટ્રીય પડકારનો વિશ્વની સત્તાઓએ જવાબ આપવાની જરૂર છે.