સિંગાપોરના ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટે 12મી વાર વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડઝ 2023ની યાદીમાં હમાદ એરપોર્ટ બીજા સ્થાને, જાપાનના પાટનગર ટોકિયોનું હનેડા એરપોર્ટ આ ત્રીજા ક્રમે છે. પ્રથમ 10 શ્રેષ્ઠ એરપોર્ટમાં અમેરિકાના કોઈપણ એરપોર્ટને સ્થાન મળ્યું નથી.
જ્યારે યુરોપનું સૌથી શ્રેષ્ઠ-પેરિસનું ચાર્લ્સ ડે ગૌલ્લને યાદીમાં પાંચમું સ્થાન મળ્યું હતું. નોર્થ અમેરિકાના સર્વશ્રેષ્ઠ સીએટલના ટેકોમા ઇન્ટરનેશનલ એરપોર્ટને 18મું સ્થાન મળ્યું હતું, જે ગત વર્ષે 27મા ક્રમે હતું. ન્યૂયોર્કનું જેએફકે એરપોર્ટ 88મા સ્થાને, ચીનનું શેનઝેન 31મા ક્રમે, મેલબોર્નનું એરપોર્ટ 19મા સ્થાને અને લંડનનું હીથ્રો એરપોર્ટ 22મા ક્રમે છે.
આ અંગે ચાંગી એરપોર્ટ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લી સીઓ હિઆંગે જણાવ્યું હતું કે, ચાંગી એરપોર્ટ 12મી વાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર થયું છે, તે સન્માનની વાત છે. આ એવોર્ડથી અમારા એરપોર્ટ સમુદાયને મોટું પ્રોત્સાહન મળ્યું છે. છેલ્લા બે વર્ષમાં કોવિડ-19ના પડકારો સામેની લડાઇમાં અમે સહુ દૃઢતાપૂર્વક સાથે ઊભા રહ્યા હતા.
સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટના એવોર્ડઝ ગ્રાહકોના સંતોષના આધારે આપવામાં આવે છે.

2023ના વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ્સની યાદી

1. સિંગાપોર-ચાંગી
2. દોહા-હમાદ
3. ટોકિયો-હનેડા
4. સીઓલ- ઇંચિયન
5. પેરિસ- ચાર્લ્સ ડી ગૌલ્લ
6. ઇસ્તાંબુલ એરપોર્ટ
7. મ્યુનિચ
8. ઝ્યુરિચ
9. ટોકિયો- નરિતા
10. મેડ્રિડ-બારાજાસ
11. વિયેના
12. હેલસિન્કી-વાંટા
13. રોમ-ફિયુમિસિનો
14. કોપનહેગન
15. કન્સાઈ
16. સેન્ટ્રેર નાગોયા
17. દુબઈ
18. સીએટલ-ટાકોમા
19. મેલબોર્ન
20. વાનકુંવર

LEAVE A REPLY