Singapore world's best business hub,
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચાલુ વર્ષના બીજા ક્વાર્ટર માટે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ  (EIU)ના બિઝનેસ એન્વાયર્નમેન્ટ રેન્કિંગ અનુસાર સિંગાપોર આગામી પાંચ વર્ષ માટે વિશ્વમાં શ્રેષ્ઠ બિઝનેસ વાતાવરણ ધરાવતો દેશ બન્યો છે. આ બીજા ક્રમે સમાન સ્કોર સાથે  કેનેડા અને ડેનમાર્ક છે. ટોચના 10 દેશમાં અમેરિકાહોંગકોંગ અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત પશ્ચિમ યુરોપના કેટલાંક દેશોનો સમાવેશ થાય છે. એશિયામાં ઓસ્ટ્રેલિયાતાઈવાન અને દક્ષિણ કોરિયા પણ વૈશ્વિક ટોચના 20 દેશોમાં સ્થાન ધરાવે છે. 

આ રેન્કિંગ અનુસાર ભારત ૨૦૨૨ના બીજા ક્વાર્ટર અને ૨૦૨૩ના બીજા ક્વાર્ટર  વચ્ચે ૬ સ્થાન આગળ વધી ગયું છે. ટેકનિકલ સજ્જતારાજકીય વાતાવરણ અને વિદેશી રોકાણ સહિતના અન્ય માપદંડો પરના સ્કોરમાં સુધારાને કારણે આ રેન્કિંગમાં સુધારો થયો છે. 

છેલ્લાં એક વર્ષમાં વિયેતનામથાઈલેન્ડબેલ્જિયમસ્વીડનભારત અને કોસ્ટા રિકામાં બિઝનેસ વાતાવરણમાં સૌથી વધુ સુધારો થયો છે. આ રેન્કિંગમાં વિયેતનામે 12 સ્થાનની છલાંગ લગાવી છેજ્યારે થાઇલેન્ડે 10 સ્થાનનો કૂદકો માર્યો છે. બીજી તરફ બિઝનેસ વાતાવરણ સૌથી વધુ કથળ્યું હોય તેવા દેશોમાં ચીનબાહરિનચીલીનો સમાવેશ થાય છે.  

LEAVE A REPLY