પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

છેલ્લાં 14 દિવસમાં ભારતમાં મુસાફરી કરનારા તમામ લોંગ ટર્મ પાસ હોલ્ડર્સ અને શોર્ટ ટર્મ વિઝિટર્સને 24 એપ્રિલથી સિંગાપોરમાં પ્રવેશ મળશે નહીં. તેઓ ટ્રાન્ઝિટ તરીકે પણ સિંગાપોરનો ઉપયોગ કરી શકશે નહીં, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

કોરોના મહામારી અંગેના મલ્ટિ મિનિસ્ટરીયલ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન અને શિક્ષણપ્રધાન લોરેન્સ વોંગે જણાવ્યું ગુરુવારે જણાવ્યું હતું કે આ નિર્ણયથી સિંગાપોરમાં પ્રવેશવાની અગાઉથી મંજૂરી મેળવનારા લોકોને પણ અસર થશે.
આ ઉપરાંત તાજેતરમાં ભારતનો પ્રવાસ કરનારા અને ગુરુવારની રાત્રીના 11.59 સુધી 14 દિવસનો સ્ટે હોમ નોટિસ (SHN) પૂરો કર્યો નથી તેવા લોકોએ તેમના નિવાસસ્થાનની જગ્યાએ ખાસ ફેસિલિટીમાં વધારાના સાત દિવસનો SHN પૂરો કરવાનો રહેશે. આ લોકોએ SHNના 14માં દિવસે અને SHNની સમાપ્તિ પહેલા ત્રણ પીસીઆર ટેસ્ટ કરવાના રહેશે.

ભારતમાં આવતા ઘણા લોકો કન્સ્ટ્રક્શન, મરિન અને પ્રોસેસ સેક્ટર્સમાં કામ કરે છે અને ડોર્મેટરીઝમાં રહે છે. તેનાથી કન્સ્ટ્રક્શન, મરિન અને પ્રોસેસ સેક્ટર્સને અસર થશે. ટ્રાવેલ નિયંત્રણો શા માટે આકરા બનાવવામાં આવ્યા છે તેનું કારણ રજૂ કરતાં વોંગે જણાવ્યું હતું કે આ સપ્તાહના પ્રારંભથી ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી છે.