ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાં ગયા સપ્તાહે શનિવારે ભારતની પી. વી. સિંધુનો સ્પેનની કૅરોલિના મારિન સામે ૧૮-૨૧, ૨૧-૧૯, ૭-૨૧થી પરાજય થયો હતો. ઓડેન્સમાં રમાયેલી આ મૅચમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં બન્નેને યલો કાર્ડ મળ્યા હતા. આખી સીઝનમાં સંઘર્ષ કરતી રહેલી સિંધુ ૧.૧૩ કલાકની મૅચમાં મારિન સામે હારી ગઈ હતી. આ સિંધુનો આ પાંચમો પરાજય છે. મારિને સિંધુને ૨૦૧૬ રીઓ ઑલિમ્પિક્સ અને ૨૦૧૮ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ હરાવી હતી.