પ્રકાશના પર્વ દિવાળીની આખી દુનિયામાં ઉજવણી થઈ છે ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુખ્યપ્રધાને દિવાળીની જગ્યાએ હોળીની શુભકામનાઓ પાઠવીને ફજેતો કર્યો હતો. એ પછી સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરવા માંડ્યા હતા અને આખરે તેમણે પોતાની આ પોસ્ટ ડિલિટ કરી નાંખી હતી.સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની શુભેચ્છા પાઠવી હતી.

પાકિસ્તાનના જ એક પત્રકાર મુર્તજા સોલાંગીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધારે હિન્દુઓ રહે છે અને કેટલાક વિસ્તારો હિન્દુ બહુમતી વાળા છે. દુખની વાત છે કે, સિંધના મુખ્યપ્રધાન અને તેમના સ્ટાફને દિવાળી અને હોળી વચ્ચેના તફાવતની ખબર નથી.આ બહુ દુઃખદ વાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્યપ્રધાન માફી માંગવાની તસ્દી લીધી નહોતી અને ટ્વિટ ડિલિટ કરી નાંખ્યુ હતુ.