કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં એક 40 વર્ષીય શીખ વ્યક્તિ સામે પત્નીને જીવલેણ છરા મારવા બદલ સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું.
કેનેડિયન પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નવિન્દર ગિલ સામે સરેમાં 7 ડિસેમ્બરે 40 વર્ષીય હરપ્રીત કૌર ગિલને છરા મારવા બદલ આરોપ મૂકવામાં આવ્યો હતો.
7 ડિસેમ્બરના રોજ પોલીસેને સ્ટેબિંગનો કોલ મળ્યો હતો. હરપ્રીત કૌર ગિલને તેના ઘરે અનેક છરાના ઘા મારવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. હોસ્પિટલમાં લઇ જતી વખતે તેમનું મોત થયું હતું.
નવેમ્બર પછીથી કેનેડામાં અલગ-અલગ ઘટનાઓમાં ભારતીય મૂળના ત્રણ કેનેડિયનોના મોત થયા છે. અગાઉ ઓન્ટારિયો પ્રાંતમાં 3 ડિસેમ્બરે ‘ટાર્ગેટ’ હુમલામાં 21 વર્ષીય શીખ મહિલા પવનપ્રીત કૌરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ દિવસે કેનેડાના પ્રાંત આલ્બર્ટામાં 24 વર્ષીય ભારતીય મૂળના શીખ વ્યક્તિનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.