Robbers attack two Indian-origin dairy stores in New Zealand
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

18 વર્ષના એક શિખ કિશોર પર તા. 4ને મંગળવારે સાંજે 7.10 વાગ્યે નોર્થ વેસ્ટ લંડનના ઇલિંગના વિન્ડમિલ રોડ પર હુમલો કરી તેના માથાના વાળ ખેંચીને માર મારી ચહેરા પર ઈજા કરી ત્રણ લુટારાએ તેનો ફોન, શાળાની નોટબુક્સ અને ટેબલેટ લુંટી લીધા હતા. સદનસીબે એક પરાક્રમી સુપરમાર્કેટ વાન ડ્રાઇવરે પોલીસને ફોન કરીને તેને લોહીલુહાણ હાલતમાં બચાવી લીધો હતો.

સોશ્યલ મીડિયા પર આ હુમલાના ફૂટેજ જાહેર થતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. તેના ભાઈએ દાવો કર્યો હતો કે ‘’મારા ભાઇના જૂરા (માથાના વાળ) પકડીને માર મરાયો હતો.

મેટ પોલીસના પ્રવક્તાએ કહ્યું: “પુરૂષ પર હુમલો થયો હોવાના અહેવાલો બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. અધિકારીઓએ હાજરી આપી હતી પરંતુ કોઈ શંકાસ્પદ અથવા પીડિત વિષે માહિતી મળી ન હતી. તે પછી વિન્ડમિલ રોડ પરથી વધુ એક કૉલ આવ્યો હતો જ્યાં 18 વર્ષની વયનો પીડિત મળી આવ્યો હતો. કથિત રીતે ત્રણ પુરુષો દ્વારા તેની બેગ અને ફોનની ચોરી કરતા પહેલા તેનો પીછો કરાયો હતો. તેને ચહેરા પર ઈજા થઈ હતી. કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને પૂછપરછ ચાલુ છે.’’