વિદેશવાસી ભારતીયો દ્વારા વતનમાં માતબર પ્રમાણમાં નાણાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ રોકાણ નાણાકીય વર્ષ 2023માં 8.98 બિલિયન ડોલરથી વર્ષ 2024માં 63.55 ટકા વધીને 14.7 બિલિયન ડોલર નોંધાયું છે. અગાઉનું સર્વોચ્ચ રોકાણ નાણાકીય વર્ષ 2016માં થયું હતું, જે 15.97 બિલિયન ડોલર હતું. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ મોટાભાગના નાણા ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (એફસીએનઆર) એકાઉન્ટમાં જમા થયા હતા. આ એકાઉન્ટ્સમાં વર્ષ 2024માં 6.37 બિલિયન ડોલર આવ્યા હતા, જે અગાઉના નાણાકીય વર્ષ 2023 દરમિયાન 2.44 બિલિયન ડોલર હતું. વર્ષ 2024ના આંકડા હંગામી છે.
માર્ચ 2024માં એફસીએનઆર ડીપોઝીટ્સ 25.73 બિલિયન ડોલર હતી, જે ફેબ્રુઆરી 2024માં 24,90 બિલિયન ડોલર હતી. જ્યારે માર્ચ 2023ના અંતે 19.36 બિલિયન ડોલર કરતાં વધુ છે.