સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બુધવાર, 23 જૂનના રોજ યોજાયેલ વેબિનારમાં બોલતા હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’યુકેના રસીકરણ કાર્યક્રમમાં “મોટો ફેરબદલ” થવાની અપેક્ષા છે જેમાં મોટા પ્રમાણમાં કોમ્યુનિટિ ફાર્મસીઓ દ્વારા કોવિડ-19 અને ફ્લૂની રસીઓ આપવામાં આવશે. આ પ્રકારના પગલાથી કોમ્યુનિટી ફાર્માસિસ્ટને તેમની “ક્લિનિકલ ક્ષમતાઓ” અને ડોકટરો તેમની સર્જરીમાં “સામાન્ય રીતે દવાઓની” પ્રેક્ટિસ કરી શકશે.
શ્રી હેનકોક સિગ્મા ફાર્માસ્યુટિકલના ‘ટેકિંગ ફાર્મસી ફોરવર્ડ’ શીર્ષક હેઠળની શ્રેણીના ત્રીજા વેબિનારમાં વક્તવ્ય આપ્યું હતું. વેક્સીન મિનિસ્ટર નધિમ ઝવાહિએ ફેબ્રુઆરીમાં પ્રથમ વેબિનારમાં કોમ્યુનિટિ ફાર્મસીને સંબોધન કર્યું હતું.
મેટ હેનકોકે પુષ્ટિ કરી હતી કે ઓટમમાં કોવિડ-19 રસીકરણ માટે બૂસ્ટર પ્રોગ્રામ ચાલુ કરવામાં આવશે પરંતુ તેની વિગતો, “કેટલાક ક્લિનિકલ રીઝલ્ટ” પર આધારિત હશે, જે નક્કી કરવાની બાકી છે.
હેનકોકે જણાવ્યું હતું કે “પ્રાયમરી કેરના દિલમાં વસેલી કોમ્યુનિટિ ફાર્મસીઓએ અત્યાર સુધીમાં પાંચ મિલિયનથી વધુ રસી આપી હતી. પોતાને અને સમુદાયોને સુરક્ષિત રાખવા માટે રસી લેવા તમામ પ્રકારના લોકોને આશ્વાસન આપ્યું હતું. રસીકરણ કાર્યક્રમ કરીને કોમ્યુનિટિ ફાર્મસીએ અવિશ્વસનીય ક્ષમતા દર્શાવી દેશને રોગચાળામાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. લંડનની ઇન્ડિપેન્ડન્ટ કોમ્યુનિટી ફાર્મસી અને ગિલ્ડફર્ડની, સુપરડ્રગ ફાર્મસીએ માનવામાં ન આવે તેવું કાર્ય કર્યું છે. તે બંન્નેએ 150થી વધુ દિવસો દરમિયાન દરરોજ ક્લિનિક ચલાવ્યું હતું. તેઓ સૌથી લાંબો સમય અને સતત ચાલેલ ફાર્મસી વેક્સીનેશન સાઇટ્સ છે.”
હેનકોકે સ્વીકાર્યું કે “હું કોમ્યુનિટી ફાર્મસીનો મહાન પ્રેમી છું. મને એ વાતનું કોઈ આશ્ચર્ય નથી કે આ ક્ષેત્રમાં રોગચાળો જે પડકારો લાવ્યો છે તેનો તમે સામનો કર્યો છે. લોકડાઉનના સૌથી અંધકારમય દિવસોમાં, સૌથી ખરાબ સમયે શેરીમાં એકમાત્ર દુકાન તમારી ચાલુ રહી હતી. લોકોની દવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા, અને તમે લોકો માટે ઉપસ્થિત છો તેની ખાતરી કરાવવા અને લોકોને સલામત રાખવા માટે તમે મદદ કરી હતી.”
નવું હેલ્થ એન્ડ કેર બિલ
નવા હેલ્થ એન્ડ કેર બિલ અંગે ‘ફાર્મસી બિઝનેસ’ના સવાલના જવાબમાં, હેનકોકે કહ્યું હતું કે “અમે આખા બોર્ડમાં સુધારો કરી રહ્યા છીએ, અને તે બધાને એક સાથે બાંધતુ સુત્ર એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર (નિવારણ ઇલાજ કરતાં વધુ સારૂ છે), અને કોમ્યુનિટિ ફાર્મસી તે વિઝનના કેન્દ્રમાં છે.”
સૂચિત કાયદાકીય સુધારાઓને એન.એચ.એસ.ના જુદા જુદા ભાગોમાં જોડાવાનો છે અને વસ્તીના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપીને, ઈન્ટિગ્રેટેડ કેર સિસ્ટમ્સને શ્રેષ્ઠ સંભવિત કેર પહોંચાડવા માટે મોટી ભૂમિકા ભજવવાની મંજૂરી આપે છે.
હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ‘’ફાર્મસી તે કામ કરવા માટે એકદમ કેન્દ્રીય છે કારણ કે તમને ઘણી વાર પ્રથમ યાદ કરવામાં આવે છે. તે જ સમયે, અમે હેલ્થકેરના ઇતિહાસમાં નવીનતાની સૌથી મોટી લહેર લાવી રહ્યા છીએ, કારણ કે લોકોએ બાબતો અલગ રીતે કરવી પડતી હતી, તેમણે સરળતાપૂર્વક કાર્ય કરવું પડ્યું હતું, અને તેમણે એકીકરણની ભાવનાને સ્વીકારી હતી. આ જ ભાવના છે જે હેલ્થ એન્ડ કેર બિલ દ્વારા ચાલે છે.”
હેનકોકે જણાવ્યું હતું કે, ‘’20 મિલિયન જી.પી. એપોઇન્ટમેન્ટ ફાર્મસીઓમાં રીફર્ડ થઈ શકે છે – અને થવી જ જોઇએ, જે માંગ ઘટાડીને અને લોકોને સ્વસ્થ રહેવામાં મદદ કરીને “સિસ્ટમ પરનુ દબાણ” હળવું કરશે. પછી ભલે તે તમારી સલાહ અને કેર વિષે હોય, કે પછી તે વહેલા નિદાન અને જલ્દીથી સમસ્યા શોધવાની હોય, મારે નાની બીમારીવાળા લોકોને ફાર્મસીઓમાં જોવા છે. આપણે ઘરે થતા ટેસ્ટીંગની ક્રાંતિ વિષે જાણીએ છીએ, અને દર્દીના પોતાના હાથમાં વધુ એક્ટીવીટી થાય, તો ક્રાંતિ આગળ વધશે, અને કોમ્યુનિટિ ફાર્મસીએ તેમાં મહત્વનો ભાગ ભજવવાનો છે. જરા કલ્પના કરો કે જો આપણે આખા NHS ને વસ્તીના આરોગ્ય આધારિત અભિગમ તરફ દોરી શકીએ તો સમુદાયમાં તમારી ક્ષમતાઓથી અમે શું પ્રાપ્ત કરી શકીએ.’’
તેમણે કહ્યું હતું કે ‘’આ શિયાળામાં અમને કોવિડ માટેના બૂસ્ટર શોટ્સની સાથે ફલૂનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ પહોંચાડવો પડશે. કારણ કે લગભગ 18 મહિનાથી કોઈને ફ્લૂ આવ્યો નથી અને આપણે જાણીએ છીએ કે લોકોની ઇમ્યુનિટી ઓછી થઈ છે. મને છેલ્લા 18 મહિનામાં જે કંઇક પ્રાપ્ત થયું છે તે પછી મને કોઈ શંકા નથી કે તમે અમને આ પડકારમાં આગળ વધવામાં અને તેમાં મોટો ભાગ ભજવવામાં મદદ કરી શકો છો. જેમ આપણે રોગચાળા પછીના વિશ્વ તરફ નજર કરીએ છીએ, ત્યારે ફલૂની જેમ આપણે કોવિડ સાથે રહેતા શીખવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણે તેમ કરવા માટે જૂની રીત તરફ પાછા જઈ રહ્યા નથી.’’
ફ્રેન્ચ મોડેલ
એક પ્રશ્નના જવાબમાં, મેટ હેનકોકે સમજાવ્યું હતું કે તે શા માટે વારંવાર ફાર્મસીના ‘ફ્રેન્ચ મૉડલ’ની વાત કરે છે. “હું ફ્રેન્ચ મોડેલ વિશે વાત કરું છું કારણ એ છે કે યુકેમાં સામાન્ય કરતાં ફ્રાન્સની ફાર્મસીઓમાં પ્રારંભિક પ્રાયમરી કેર અને રોગ નિવારક કાર્ય કરવામાં આવે છે. હું ફ્રેન્ચ મોડેલનો ઉપયોગ હવે જે ઝડપથી થઈ રહ્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરું છું. કોમ્યુનિટિ ફાર્મસીઓની ભૂમિકાનો હું ખૂબ પ્રશંસક છું અને રોગચાળામાંથી બહાર આવીએ ત્યારે આપણે કરી શકીએ તે અન્ય બાબતો અંગે ઉત્સાહિત છું.’’
ઓનલાઇન ફાર્મસી
રોગચાળા દરમિયાન મશરૂમની જેમ ફૂટી નીકળેલી ઑનલાઇન ફાર્મસીઓ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે તેમની પાસે “મહત્વપૂર્ણ ભૂમિકા” છે. તે એક અલગ બિઝનેસ મોડેલ છે, અને આપણે ખાતરી કરવી પડશે કે પોલીસી જે રીતે કાર્ય કરે છે તેને ધ્યાનમાં લેવાશે.”