નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકે દ્વારા હેરો લેઝર સેન્ટર ખાતે નવરાત્રિ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશાળ હિન્દુ સમુદાયે નવેય દિવસ દરમિયાન રાસગરબાની રંગત જમાવી હતી.

નવરાત્રિ પ્રસંગે નવેય દિવસ દરમિયાન રોજે રોજ રાજકીય અને સામાજીક અગ્રણીઓ તેમજ સરકારી અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર ઉપસ્થિત અગ્રણીઓમાં હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન, હેરો કાઉન્સિલના નેતા કાઉન્સિલર પોલ ઓસ્બોર્ન, હેરો વેસ્ટના એમપી ગેરેથ થોમસ, હેરોના એસેમ્બલી મેમ્બર ક્રુપેશ હિરાણી, ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) ના ડાયરેક્ટર જનરલ ટોમ વ્હાઈટિંગ, HM ધ કિંગ ચાર્લ્સ lllનું પ્રતિનિધિ સાઇમન ઓવેન્સ, હેટફિલ્ડના મેયર પ્રતિક શાહ, હેરો ફાયર બ્રિગેડના બરો કમાન્ડર રોબ હેઝાર્ડ, બ્રિટિશ આર્મીના અશોક ચૌહાણ  અને દુર્દાના અંસારી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વિગતો માટે જુઓ www.siddhashram.com

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments