શ્યામ દ્વારા બ્રિટિશ સંસદમાં દિવાળી ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સંસ્થાના સાત વક્તાઓ, ફોટોગ્રાફરો અને સ્વયંસેવકોની ઉપસ્થિતીમાં બોબ બ્લેકમેન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેવી મહાત્મયના પાઠ, દેવી મહાત્મય, મા સરસ્વતીના પાઠ અને નવ દુર્ગાના પ્રથમ પાંચ સ્વરૂપો પર બે કલાકનો વાર્તાલાપ કરાયો હતો.
કાર્યક્રર્મની શરૂઆત ધ્રુવ છત્રાલિયા, BEM દ્વારા હિંદુ પ્રાર્થનાથી કરાયો હતો અને તેમણે સુંદર મંત્રો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધ્રુવે ગુરૂ પૂજ્યશ્રી અમરસિંહ જેઠવા બાજુને અંજલિ આપી હતી. તેમણે બોબ બ્લેકમેનનો સંસદમાં આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં બોબ બ્લેકમેન એમપી, સર પીટર બોટમલી એમપી, વિસ્કાઉન્ટ યંગર ઓફ લેકી, ગગન મોહિન્દ્રા એમપી, એન્ડ્રીયા જેનકીન્સ એમપી (યુરોપિયન રિસર્ચ ગ્રુપના ડેપ્યુટી ચેરવુમન), માર્ક પાવેસી એમપી, ફિયોના બ્રુસ, એમપી, રોબર્ટ બકલેન્ડ, એમપી, પીટર ગિબ્સન, એમપી, ઇલિયટ કોલબર્ન, એમપી, ડેવિડ સાઇમન્ડ્સ, એમપી, નીલ ઓ’બ્રાયન, એમપી (પ્રાયમરી કેર એન્ડ પબ્લિક હેલ્થ માટેના પાર્લામેન્ટરી અન્ડર-સેક્રેટરી ઓફ સ્ટેટ), લૂઇ ફ્રેન્ચ, એમપી, અને બ્રેન્ડન ક્લાર્ક-સ્મિથ, એમપી, અને અનુષા સરીને કાર્યક્રમમાં પ્રસંગીક પ્રવચન કર્યા હતા.
રિદ્ધિ વ્યાસે ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ અને પરંપરા કેવી રીતે પૂજાની સમગ્ર પ્રક્રિયા પ્રત્યે સંતુલિત વલણ ધરાવે છે તે વિશે સમજપૂર્વક વાત કરી હતી. 840 દિવસ સુધી દરરોજ રિદ્ધિ વ્યાસ અને શિક્ષકોએ વિશ્વના 161 દેશોમાં 340,000 થી વધુ લોકો સમક્ષ ભગવદ ગીતાના શ્લોક શેર કર્યા હોવાની માહિતી આપી હતી.