નોર્થ વેસ્ટ લંડનના હેરોના નીના રાજરાણીના સૃષ્ટિ ડાન્સ ક્રિએશન્સને કોરોનાવાયરસ રોગચાળાના પડકારોનો સામનો કરવામાં અને તેમના ઉજ્જવળ ભાવિની ખાતરી કરવા માટે સરકારના £1.57 બિલીયનના કલ્ચર રિકવરી ફંડ (સીઆરએફ)ના ભાગ રૂપે અનુદાન આપવામાં આવ્યું હોવાની કલ્ચરલ સેક્રેટરીએ આજે જાહેરાત કરી છે.
સૃષ્ટિ ડાન્સ ક્રિએશન્સ એ દેશની 1,385 સાંસ્કૃતિક અને સર્જનાત્મક સંસ્થાઓમાંથી એક છે જેને તાત્કાલિક જરૂરી ટેકો પ્રાપ્ત થયો છે. આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેંડ દ્વારા સંચાલિત કલ્ચર રિકવરી ફંડ ગ્રાન્ટ્સ પ્રોગ્રામના પહેલા રાઉન્ડના ભાગ રૂપે £257 મિલિયનનું રોકાણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહોમાં સાંસ્કૃતિક અને હેરિટેજ ક્ષેત્રમાં ભંડોળના વધુ તબક્કાઓની જાહેરાત થવાની છે.
સૃષ્ટિ, હેરો આર્ટસ સેન્ટરની રેસિડેન્ટ કંપની છે. 1991માં તેની રચના થઈ ત્યારથી કંપનીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત રૂપે કાર્ય કરી પ્રવાસ કર્યો છે.
આર્ટીસ્ટીક ડાયરેક્ટર નીના રાજારાણી, એમબીઇ વર્તમાન સમયને અનૂરૂપ ઓથેન્ટિક શાસ્ત્રીય ભારતીય નૃત્યની રચના કરે છે, જેમાં હંમેશાં સંગીતકારોની જીવંત રજૂઆત કરવામાં આવે છે. નીનાને 2009માં સાઉથ એશિયન ડાન્સ માટે સર્વિસિસ માટે એમ.બી.ઇ. એનાયત કરાયો હતો અને ‘ક્વિક!’ની કોરિઓગ્રાફી બદલ પ્રતિષ્ઠિત પ્લેસ પ્રાઇઝ મળ્યુ હતું. પ્રોફેશનલ ટૂરિંગ ડાન્સ કંપની તરીકે, નીના હેરો આર્ટ્સ સેન્ટરમાં સફળ ડાન્સ અને મ્યુઝિક સ્કૂલ ચલાવે છે.
સૃષ્ટિ પાસે પાઇપલાઇનમાં ઘણા પ્રોજેક્ટ્સ છે અને કલ્ચર રિકવરી ફંડની ગ્રાન્ટની મદદથી સૃષ્ટી જીવંત કાર્યક્રમ માટે અસમર્થ હોવા છતાં આ પ્રોજેક્ટ્સનો વિકાસ ચાલુ રાખશે. કંપની ફ્રીલાન્સ ડાન્સર્સને પેઇડ વર્ક પ્રદાન કરી શકશે.
કલ્ચર સેક્રેટરી ઓલિવર ડોઉડેને કહ્યું હતું કે“આ ભંડોળ થિયેટરો, સંગીત સ્થળો, સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન છે. તે આ વિશેષ સ્થાનોનું રક્ષણ કરશે, નોકરીઓ બચાવશે અને સંસ્કૃતિ ક્ષેત્રને રીકવરીમાં મદદ કરશે. કલામાં કરાતું અભૂતપૂર્વ રોકાણ એ પુરાવો છે કે આ સરકાર સંસ્કૃતિ માટે છે.
આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડના ચેર, સર નિકોલસ સેરોટાએ જણાવ્યું હતું કે“થિયેટરો, સંગ્રહાલયો, ગેલેરીઓ, નૃત્ય કંપનીઓ અને સંગીત સ્થળો લોકોને આનંદ અને આપણા શહેરો, નગરો અને ગામોમાં જીવન આપે છે. આ ભંડોળ હજારો સાંસ્કૃતિક સ્થાનોને બચાવશે.’
સૃષ્ટિ ડાન્સ ક્રિએશન્સના આર્ટિસ્ટિક ડાયરેક્ટર નીના રાજારાણી, એમ.બી.ઈ.એ જણાવ્યું હતું કે ‘’હું આ પરિણામ માટે અભિભૂત, આભારી અને કૃતજ્ઞ છું. આર્ટ્સ કાઉન્સિલ ઇંગ્લેન્ડ દ્વારા મારી કંપની પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને માન્યતાએ અમને આગળના પ્રોજેક્ટ્સ ચાલુ રાખવાની નવી શક્તિ આપી છે.”