શ્રદ્ધા કપૂર તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઇ હતી. જોકે, તેના માટે તે પોતે જ જવાબદાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે અખબારનું એક પેજ મુક્યું હતું, તેમાં એવા સમાચાર હતા કે, પ્રાણીઓ સામે હિંસા કરનાર લોકોને રૂ. 75 હજારનો દંડ અને પાંચ વર્ષની જેલ સજા થશે. પરંતુ શ્રદ્ધાએ આ સમાચારને ક્રોપ કરીને ફરીથી સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા, જેના કારણે લોકો તે ટ્રોલ થઇ હતી.
શ્રદ્ધાએ આ નવા નિયમનું સ્વાગત કરતા તેને ઝડપથી લાગુ કરવાની વાત કરી છે. શ્રદ્ધાએ જે અખબારનું પેજ શેર કર્યું હતું તેમાં સલમાન ખાનની તસવીર પણ હતી અન તેના કાળિયાર શિકાર કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બાબતને ધ્યાને લીધા વગર તેણે પેજ શેર કર્યું હતું. જોકે, થોડી વાર પછી તેનું ધ્યાન ગયું, તેણે તાત્કાલિક અખબારમાંથી સલમાનનો ફોટો ક્રોપ કર્યો અને ફરી સ્ટોરી શેર કરી. સોશિયલ મીડિયામાં આ બાબત નજરમાં આવતા લોકોએ શ્રદ્ધાને ખૂબ જ ટ્રોલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અખબારમાં સલમાન અંગેના સમાચાર હતા કે, તેણે કોંકણી કાળિયાર શિકાર કેસમાં સરકારને અપીલ કરી હતી, તેણે વર્ચ્યુઅલ હાજરી દ્વારા જામીનના બોન્ડ ભરવાની મંજૂરી કોર્ટે આપી છે. એટલે કે, સલમાન મુંબઇથી જ ઓનલાઇ હાજર રહેશે. સલમાને અગાઉ સતત 17 વાર હાજરીની માફી લીધી છે. આ સ્થિતિમાં 6 ફ્રેબ્રુઆરીએ તેને માફી મળવાની સંભાવના ઓછી હતી. કોઈપણ સંજોગોમાં તેને કોર્ટમાં હાજર થવા માટે જોધપુર જવું જ પડે તેવું હતું. તેણે જોધપુર જવાનું ટાળવા માટે આ અરજી કરી હતી અને તેને મંજૂરી તેની મળી હતી.