પ્રતિક તસવીર

રાષ્ટ્રીય સ્તરના શૂટર સુખમનપ્રીત સિંહ હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા CBIને બુધવારે મોટી સફળતા મળી છે. સીબીઆઈએ આ કેસમાં કલ્યાણી સિંહ નામની મહિલા આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપી કલ્યાણી સિંહનાં માતા હિમાચલ પ્રદેશ હાઈકોર્ટનાં કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ છે. જ્યારે મૃતક યુવકના પિતા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સહાયક સોલિસિટર જનરલ હતાં. યુવકના દાદા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર પ્રેમ પ્રકરણમાં અણબનાવને કારણે યુવકની હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

રાષ્ટ્રીય સ્તરના શૂટર અને વકીલ સુખમનપ્રીત સિંહ સિદ્ધુ ઉર્ફે સિપ્પી સિદ્ધુની 20 સપ્ટેમ્બર 2015ના રોજ ચંદીગઢના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. સીબીઆઈના સૂત્રો અનુસાર આ મામલો પ્રેમ પ્રકરણનો છે. શુટર અને કલ્યાણી સિંહ વચ્ચે ગાઢ સંબંધો હોવાનું માનવામાં આવી છે.