અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ચાર ઇન્ડિયન અમેરિકન મહિલાઓ પર એક મેક્સિન અમેરિકન મહિલાએ વંશિય દુર્વ્યવહાર કર્યો હતો તથા મારામારી કરી હતી. આ આઘાતજનક વંશિય હુમલાની આ ઘટના ટેક્સાસના ડગાસના એક પાર્કિંગ પ્લોટમાં બુધવાર (24 ઓગસ્ટ)ની રાત્રે બની હતી.
મેક્સિન અમેરિકન મહિલાએ વંશિય અપશબ્દો બોલતા જણાવ્યું હતું કે તમે અમેરિકાને બરબાદ કરી રહ્યાં છો અને ભારતમાં પરત જવું જોઇએ. હું જ્યાં જાઉ છું ત્યાં તમે ભારતીયો હોવ છો. જો ભારતમાં જીવન શ્રેષ્ઠ હોય તો તમે અહીં શા માટે છો. આવું બોલ્યા બાદ આ મહિલાઓ એકાએક હુમલો કર્યો હતો.
આ ઘટનામાં ટેક્સાસના પ્લાનોમાં પોલીસે મેક્સિકન-અમેરિકન મહિલાની ગુરુવારે ધરપરડ કરી હતી. આ મહિલા દ્વારા હુમલો કરવાની અને મારામારી કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આ આઘાતજનક ઘટાનો વીડિયો ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીમાં વાઇરલ થયો હતો અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા.
રેસ્ટરન્ટના પાર્કિંગમાં ભારતીય મહિલા પર હુમલો કરનારી અને અસભ્ય વર્તન કરનારી મહિલાની ઓળખ એસ્મેરાલ્ડ અપટોન તરીકે થઈ છે, આ મહિલાએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે અને તે પ્રમાણે તેના પર વધુ ગુના લાગુ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આ મહિલાને $10,000 બોન્ડ પર રાખવામાં આવી છે. આ સાથે મહિલાનો જેલનો ફોટો પણ પ્રેસનોટમાં દર્શાવવામાં આવ્યો હતો.
ચાર ભારતીય મૂળની મહિલાઓ રેસ્ટોરન્ટમાંથી લગભગ ખાલી થઈ ગયેલા પાર્કિંગમાં પોતાની કાર લેવા જઈ રહી હતી ત્યારે મહિલાએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. એસ્મેરાલ્ડ નામની આ મહિલા આવેશમાં આવી ગઈ હતી અને ચાર ભારતીય મહિલાઓને કહેવા લાગી હતી કે “અમે તમને અહીં ઈચ્છતા નથી.. ભારત પાછા જતા રહો.” આ પછી આવેશમાં આવેલી મહિલા પાર્કિંગમાંથી બહાર જવાની કોશિશ કરતી અને ફરી ફરીને ચાર મહિલાઓ તરફ આવીને તેમની સાથે ખરાબ વર્તન કરીને મારામારી કરી રહી હતી.
એસ્મેરાલ્ડે ગુસ્સામાં મોટેથી બૂમો પાડી રહી હતી તેણે ચાર મહિલાઓ તરફ ઈશારો કરીને કહ્યું “તમારા જેવા લોકો આ દેશને બરબાદ કરી રહ્યા છે,” જ્યારે ભારતીય મહિલાએ કહ્યું કે તેઓ બોલાવ્યા વગર શા માટે વાત કરવા માટે આવી ગઈ તો ગુસ્સે ભરાયેલી મેક્સિકન-અમેરિકન એસ્મેરાલ્ડે કહ્યું “કારણ કે હું **** ભારતીયોથી નફરત કરું છું.”