Shocking case from Bengal, Teenager tries to sell blood for smartphone
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હાલના જમાનાની યુવા પેઢીને સ્ટાઇલ બતાવવા માટે આકર્ષક અને મોંઘા સ્માર્ટફોનનું ઘેલું લાગેલું છે. જોકે આવા મોંઘા સ્માર્ટફોન મેળવવા માટે યુવા પેઢી ક્યાં સુધી જઇ શકે છે, તેનો ચોંકાવનારો કિસ્સા પશ્ચિમ બંગાળમાં નોંધાયો છે. પશ્ચિમ બંગાળના દિનાજપુરની એક 16 વર્ષની છોકરીએ સ્માર્ટફોન મેળવવા માટે પોતાનું લોહી વેચવાનું નક્કી કર્યું હતું.
12મા ધોરણમાં ભણતી આ છોકરી દક્ષિણ દિનાજપુરના તપન પોલીસ સ્ટેશન વિસ્તારના કરડાની રહેવાસી છે. તેણીએ રૂ.9,000ની કિંમતનો સ્માર્ટફોન ઓનલાઈન મંગાવ્યો હતો, પરંતુ આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું માટે ખૂબ મુશ્કેલ બન્યું હતું.

તેથી તેને બાલુરઘાટની જિલ્લા હોસ્પિટલ પહોંચવાનું નક્કી કર્યું અને પૈસાના બદલામાં પોતાનું લોહી વેચવાનું નક્કી કર્યું હતું. યુવતીએ લોહી આપવાના બદલામાં પૈસાની માંગણી કર્યા બાદ હોસ્પિટલના સ્ટાફે આ ચોંકાવનારી ઘટનાની નોંધ લીધી હતી. બ્લડ બેંકના કર્મચારી કનક દાસે જણાવ્યું કે યુવતીએ રક્તદાન કરવાના બદલામાં પૈસાની માંગણી કરી ત્યારે તેમને શંકા ગઈ હતી. તેથી હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક ચાઈલ્ડ કેર વિભાગને જાણ કરતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂછપરછ બાદ તેઓને સાચું કારણ જાણવા મળ્યું હતું ચાઈલ્ડ કેર મેમ્બર રીટા મહતોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન છોકરીએ કહ્યું હતું કે ફોનની ડિલિવરી ઝડપથી આવવાની હતી તેથી તેને પૈસા એકઠા કરવા માટે લોહી વેચવાનો વિચાર આવ્યો હતો.

LEAVE A REPLY