કન્ઝર્વેટિવ્સે આગામી 4 જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે લેસ્ટર ઇસ્ટ બેઠક માટે સ્થાનિક યુવતી શિવાની રાજાની પસંદગી કરી છે.

સુશ્રી રાજાનો જન્મ લેસ્ટરમાં થયો હતો અને તેમણે પોતાનું શિક્ષણ સ્થાનિક હેરિક પ્રાઈમરી, સોર વેલી કોલેજ, વિગેસ્ટન અને ક્વીન એલિઝાબેથ II કોલેજમાંથી મેળવ્યું હતું. તેમણે ડી મોન્ટફર્ટ યુનિવર્સિટી (ડીએમયુ)માંથી કોસ્મેટિક સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમની પાસે કન્ઝ્યુમર પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મલ્ટીનેશનલ કંપનીઓમાં બહોળો મેનેજમેન્ટ અનુભવ છે. શિવાની સખાવતી કાર્યો માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને ભારત તથા આફ્રિકામાં સેવાઓ ઉપરાંત લેસ્ટરની ફૂડ બેંક માટે સેવાઓ આપે છે. તેઓ શારીરિક અને શીખવાની અક્ષમતા ધરાવતા પુખ્ત વયના લોકો માટે માસિક ડિસ્કો ઇવેન્ટનું પણ આયોજન કરે છે. તેઓ મહિલાઓના અધિકારો માટે પણ ઉત્સાહી છે. ભૂતકાળમાં, શિવાનીએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઝુંબેશ ચલાવી છે, DMU માટે બ્રાન્ડ અને સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકે સેવા આપી છે.

આ બેઠક પર લેબર તરફથી લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, લિબરલ ડેમોક્રેટ્સ માટે ઝુફર હક, ગ્રીન પાર્ટી માટે મેગ્સ લેવિસ, રિફોર્મ યુકે માટે રાજ સોલંકી અને અપક્ષ તરીકે ક્લાઉડિયા વેબ આ સીટ માટે ચૂંટણી લડી રહ્યા છે. કન્ઝર્વેટિવ્સ આગામી દિવસોમાં લેસ્ટરના અન્ય બે મતવિસ્તારો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY