હેમ્પશાયરમાં શીખ સમુદાયના આધારસ્તંભ શિંગરસિંહ ટાકનું નિધન

0
462

હેમ્પશાયરમાં શીખ સમુદાયના આધારસ્તંભ અને અગ્રણી રોલ મૉડેલ શિંગરસિંહ ટાકનું ટૂંકી માંદગી પછી, ગયા અઠવાડિયે 90 વર્ષની વયે અવસાન થયું હતું.

ભાઈઓ, બહેનો, પિતરાઇ ભાઇઓ અને પરિવારમાં ‘નાનાજી’ તરીકે ઓળખાતા શિંગરસિંહનો જન્મ તા. 3 માર્ચ 1930ના રોજ પાકિસ્તાનના પંજાબમાં સિયાલકોટમાં થયો હતો. તેઓ નાનપણથી જ અભ્યાસમાં તેજસ્વી, પરિશ્રમી અને જિજ્ઞાસુ હતા. તેઓ ગરીબીમાં ઉછરેલા પણ માતાપિતાએ તેમનામાં પ્રામાણિકતા અને સખત મહેનતના બીજ વાવ્યા હતા જે તેમના જીવનનો માર્ગ બની ગયા હતા.

1960ના દાયકામાં યુકેમાં સામૂહિક માઇગ્રેશન થયુ તે પહેલા આવેલા પહેલી પેઢીના શીખ વસાહતી હતા. તેઓ બર્મિંગહામમાં ફાઉન્ડ્રીમાં કામ કરતા હતા અને 1950ના દાયકામાં તેઓ પોર્ટ્સમથ ગયા હતા અને પરિવારના મૂળ નાખ્યાં હતા.

1963માં સ્થપાયેલ શહેરના માર્ગગેટ રોડ સ્થિત ગુરુ નાનક સાર ગુરુદ્વારાના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ સૌ માટે મદદરૂપ હતા અને પ્રભાવશાળી ચાર ભાષાઓ બોલી શકતા હતા જે શિક્ષણ પ્રત્યેની ઉત્કટતા હતી અને તે તેમના પૌત્રોમાં ગઇ હતી. તેમને પોર્ટ્સમથ ડોકયાર્ડમાં 25 વર્ષના સમર્પણ માટે ઇમ્પિરિઅલ સર્વિસ મેડલ એનાયત કરાયો હતો. તેઓ કહેતા કે ઈનામની અપેક્ષા વગર હંમેશાં માનવતાની સેવા કરો.

 

તેમના અંતિમ દિવસોમાં તેમને પંજાબી નવલકથાઓ વાંચવાની, સમાચાર જોવામાં અને વિશ્વભરના વર્તમાન બાબતોને ધ્યાનમાં રાખીને વાંચવાની મજા આવતી. કોવિડ હોવા છતાં બુધવારે તા. 29 જુલાઇના રોજ તેમના સાઉથસી મંદિરમાં તેમના અંતિમ સંસ્કારને સેંકડો લોકો દ્વારા ચિહ્નિત કરવામાં આવશે.

  • ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપના સીઇઓ અમરજીતસિંઘ, ધ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના વકીલ અને ખાસ સલાહકાર.