થોડા સમય અગાઉના પતિ રાજ કુન્દ્રાના પોર્ન કેસના આઘાતમાંથી શિલ્પા શેટ્ટી હવે સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દૂર રહેલી શિલ્પાએ હવે વીએફએક્સ કંપની શરૂ કરી છે. શાહરુખ ખાન અને અજય દેવગણ પોતપોતાની વીએફએક્સ કંપનીઓ ધરાવે છે. હવે શિલ્પા પણ આ લીગમાં જોડાઈ છે.
બાહુબલી અને RRR જેવી ફિલ્મોમાં વીએફએક્સ થકી જ અદભુત દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતા પરંતુ તે સિવાય ઓછાં બજેટની ફિલ્મોમાં પણ કેટલાક લોકેશન, ભીડ વગેરે દર્શાવવા વીએફએક્સનો ઉપયોગ થાય છે. ભારતીય વીએફએકસ કંપનીઓની વૈશ્વિક સ્તરે નામના વધી છે. હોલીવૂડની અનેક પ્રસિદ્ધ ફિલ્મોનું વીએફએક્સનું કામ ભારતમાં થયું છે. આમ હવે આ એક પેરેલલ ઈન્ડસ્ટ્રી જ હોવાથી શિલ્પા એ તેમાં રોકાણ કર્યું છે. શિલ્પા અને તેનો પતિ રાજ રેસ્ટોરાં બિઝનેસ સહિત અન્ય કેટલાક બિઝનેસીઝમાં પણ રોકાણ ધરાવે છે.