જાણીતા ફિલ્મ નિર્દેશક શેખર કપૂરને પૂણે સ્થિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સોસાયટી (FTII) ના અધ્યક્ષ અને એફટીઆઈઆઈ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બનાવાયા છે. શેખર કપૂરની પ્રસિદ્ધ ફિલ્મોમાં માસૂમ, મિસ્ટર ઈન્ડિયા, બેન્ડેટ ક્વિન, એલિઝાબેથ વગેરેનો સમાવેશ થાય છે. એલિઝાબેથ ઓસ્કાર માટે પણ નોમિનેટ થઈ હતી.
કપૂરની મુદત 3 માર્ચ 2023 સુધી રહેશે. શેખર કપૂરે હોલિવૂડ અને બોલિવૂડમાં પ્રસિદ્ધ મેળવી છે. તેમણે 1983માં માસૂમ ફિલ્મ સાથે ફિલ્મ નિર્માતાની કામગીરી ચાલુ કરી હતી. 1987માં આવેલી મિસ્ટર ઇન્ડિયા તેમની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. ફિલ્મ નિર્દેશન ઉપરાંત તેમણે ફલક (1988), ગવાહી (1989) અને ટીવી સિરિઝ ઉડાન (1989-1991)માં અભિનય પણ કર્યો હતો.