જાણીતા અણુ વિજ્ઞાની અને અણુ ઊર્જા પંચના ભૂતપૂર્વ ચેરમેન ડો. શેખર બાસુનું કોરોનાને કારણે ગુરુવારે વહેલી સવારે અવસાન થયું હતું, તેમણે ત્રણ દિવસ પહેલા ૬૮ વર્ષ પૂરા કર્યા હતાં. બાસુને 25 સપ્ટેમ્બરે કોલકતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડો. બાસુ કોરોના અને કિડની કેટલીક બિમારીઓથી પીડિત હતાં. ગુરુવારે સવારે ૪.૫૦ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. ડો. બાસુનો દેશના એટમિક એનર્જી પ્રોગ્રામમાં મહત્ત્વપૂર્ણ ફાળો છે. તેમને ૨૦૧૪માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ડો. બાસુના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.