મનોરંજન જગતમાં ગુજરાતી મૂળની શેફાલી જરીવાલા કાંટા લગા ગર્લ તરીકે ઓળખાય છે. તે ટૂંક સમયમાં ‘શૈતાની રસ્મેં’ દ્વારા ટીવી પર પદાર્પણ કરી રહી છે. આ શોમાં તે કપલિકાની ભૂમિકા ભજવી રહી છે. એ માટે તેણે ઘણી તૈયારી કરી હતી.
આ અંગે શેફાલીએ કહ્યું કે, ‘હું રિયલ લાઇફમાં પણ કપલિકાની ભૂમિકા ભજવી રહી છું. હું મારા પાત્ર માટે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવા હું આ પાત્રની જેમ જ રહેતી હતી. મારી ચાલ, મારી વાતો, લોકોને હું જે રીએક્શન આપું છું એ બધામાં મેં કપલિકાના પાત્ર મુજબ ફેરફાર કર્યા હતા. આ પાત્રમાં રૂપાંતર થવા માટે હું પોતાને બેડરૂમમાં બંધ કરી દઉં છું. મારું પાત્ર થોડું ડાર્ક છે. લોકોને ઑન સ્ક્રીન શેફાલી છે કે કપલિકા એની વચ્ચે તફાવત જોવા ન મળે એવું હું ઇચ્છું છું.’