માત્ર ત્રણ વર્ષની ઉંમરે મેન્સામાં સ્થાન પામેલ રેડિંગનો ચાર વર્ષના સાશ્વત અરૂણનું ટીવી જોવાનું તેના પરિવારજનોએ બંધ કરાવ્યું છે. તે પાછળનું કારણ અજીબ છે. કેમ કે તેના માતા-પિતા કહે છે કે સાશ્વત ટીવી જોઇને તેમની સાથે ક્યારેક અરબીમાં તો ક્યારેક સ્પેનિશમાં વાત કરે છે જે તેઓ સમજી શકતા નથી.
સાશ્વત ત્રણ વર્ષનો હતો ત્યારે તેણે 147 IQ સ્કોર કર્યો હતો અને તે મેન્સાના ચાર વર્ષના સૌથી યુવાન વર્તમાન સભ્યોમાંનો એક છે. તેણે 99.9માં પર્સેન્ટાઈલમાં ક્રમાંક મેળવ્યો છે અને તે સંખ્યાઓ અને ભાષાઓ પ્રત્યે ઝનૂની અભિગમ ધરાવે છે.
થોડા મહિના પહેલા જ નર્સરીમાં ગયેલા સાશ્વતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિતા અરુણ રામરાજેને જણાવ્યું હતું કે તેમનો પુત્ર કોઈપણ શિક્ષણ વિના, ફક્ત વિડિઓ જોઇને ઘરે બધું શીખી ગયો હતો.
અરૂણ કહે છે કે ‘’તેણે યુ-ટ્યુબ જોઇને સ્પેનિશ બોલવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે અરેબિક અને ચાઇનીઝ જેવી અન્ય ભાષા શીખવા પ્રયાસ કરતો હતો. અમે તેની સાથે ઇંગ્લિશમાં કેટલું પણ બોલીએ તે ફક્ત સ્પેનિશમાં જ વાત કરતો. તે સાત વર્ષના બાળકની જેમ નંબરો વાંચી અને તેનો ઉપયોગ કરી શકે છે અને જો જરૂર પડે તો તેને ઉચ્ચ ગ્રેડમાં મૂકી શકાય તેવી ભલામણ પણ કરાઇ હતી.’’
સાશ્વત વારંવાર તેની નર્સરીમાં વાંચનમાં કંટાળીને મોટા ભાઈના પુસ્તકો વાંચે છે. સાશ્વતના માતા-પિતા કહે છે કે ‘’અમને પુત્ર સાશ્વત પર ખૂબ ગર્વ છે. અમે તેને ધ્યાન કેન્દ્રિત કરવા અને તે તકો આપવા માંગીએ છીએ જે યુકેમાં ખૂબ પ્રચલિત છે. જેથી તે કૌશલ્યનો વિકાસ કરી શકે અને તે કંઈક બને. મનોવિજ્ઞાનીઓ અને શાળા સાથે તેને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે, તે ચોક્કસપણે ભવિષ્યમાં યુકે માટે એક મોટી સંપત્તિ હશે.’’
શ્રી રામરાજેન અને LSE ખાતે સેવા આપતા 33 વર્ષીય HR કન્સલ્ટન્ટ પત્ની પવિત્રા અરુણ 2019માં બેબી સાશ્વત અને તેમના મોટા પુત્ર નિયંત, જે છ વર્ષનો છે તેની સાથે ભારતના ચેન્નાઈથી રેડિંગમાં સ્થાયી થયા હતા. તેમનો મોટો પુત્ર, નિયંત પણ આઠ વર્ષનો થશે ત્યારે મેન્સામાં જોડાવા પરીક્ષા આપનાર છે.