નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ સમાજવાદી પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનના ભાગ તરીકે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. યુપીના લોકો પરિવર્તન ઇચ્છે છે અને પરિવર્તન થશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ વિધાનસભાના 13 સભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે. એનસીપી ગોવા અને મણિપુરમાં પણ ચૂંટણી લડશે. મણિપુરમાં તે કોંગ્રેસ સાથે જોડાણ કરશે, જ્યારે ગોવામાં તે કોંગ્રેસ અને ટીએમસી સાથે મંત્રણા કરી રહી છે. આ ચૂંટણી 80-20 ટકા લોકો વચ્ચેનો જંગ છે તેવા યુપી સીએમ યોગીના નિવેદનની પણ પવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે મતદાતાઓ યુપીમાં કોમી ધ્રુવીકરણનો જડબાતોડ જવાબ આવશે.