મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 83 વર્ષીય શરદ પવારને તેમની પાંચ દાયકાની લાંબી રાજકીય કારકિર્દીમાં સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે અને તેનાથી તેમના રાજકીય ભાવિ સામે સવાલો ઊભો થયા છે. તેમની આગેવાની હેઠળની એનપીસી ભવિષ્યમાં વધુ તુટવાની પણ જોખમ ઊભું છે. રાજ્યની ચૂંટણીમાં તેમના ભત્રીજા અજિત પવારની એનસીપીને 40 બેઠકો મળી હતી, આની સામે શરદ પવારની એનપીસીને માત્ર 10 બેઠકો મળી હતી.
મહારાષ્ટ્રમાં શરદ પવાર વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (એમવીએ)ના મુખ્ય શિલ્પી હતાં. પાંચ મહિના પહેલા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ બારામતી લોકસભાની ચૂંટણીમાં અજિતની પત્ની સુનેત્રાએ ઊભા કરેલા પડકારને આરામથી પાર કર્યો હતો અને બેઠક જાળવી રાખી હતી
57 વર્ષની લાંબી રાજકીય કારકિર્દીમાં શરદ પવારે વિધાનસભા તેમજ લોકસભામાં બારામતીનું પ્રતિનિધિત્વ કર્યું છે અને હાલમાં તેઓ રાજ્યસભાના સભ્ય છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ આગામી વર્ષે સંન્યાસ લઈ શકે છે.
વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારે રાજ્યનો વ્યાપક પ્રવાસ કર્યો હતો. 2023માં અજિત પવારે પાર્ટી તોડી હતી અને તે પછી વિધાનસભાની આ પ્રથમ ચૂંટણી હતી. શરદ પવારે મતદારોને નિર્ણાયક માર્જિનથી તમામ ગદ્દારોને હરાવવાની અપીલ પણ કરી હતી, પરંતુ મતદારાઓ તેને નકારી કાઢી છે.
શરદ પવાર 27 વર્ષના હતા ત્યારે 1967માં બારામતીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1978માં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારને ઉથલાવી પાડીને રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતાં તેમની સરકાર લાંબો સમય ન ચાલી અને તેઓ 1986માં કોંગ્રેસમાં પાછા ફર્યા હતાં. તેમણે ચાર વખત મુખ્યપ્રધાન અને બે વખત કેન્દ્રીય પ્રધાન પણ બન્યા છે.