ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી ગયા સપ્તાહે શુક્રવારે (4 માર્ચ) થાઇલેન્ડમાં અવસાન થયું હતું. આ મહાન લેગ સ્પીનરના નિધનના સમાચારથી ક્રિકેટ જગતમાં શોક અને આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી.
વોર્ન પોતાના વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં હતો અને તબીબી કર્મચારીઓના તમામ પ્રયત્નો છતાં તેમને પુનઃજીવિત કરી શકાયા નહોતા. વોર્નની ટેસ્ટ કારકિર્દીનો આરંભ ભારત સામે થયો હતો. ભારત સામે તેનો દેખાવ પણ બાકીની ટીમો જેટલો પ્રભાવશાળી રહ્યો નહોતો અને એ જમાનાના ભારતના શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેડુંલકર માટે તો વોર્ને એવું કહ્યું હતું કે તે એક બેટ્સમેન એવો છે કે તેને (વોર્નને) સપનામાં પણ બેટ્સમેન સચિનનો ડર લાગે છે.
ભારતમાં તે આઈપીએલના આરંભે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો અને તેની આગેવાની હેઠળ જ રાજસ્થાનની ટીમ પહેલા વર્ષે ચેમ્પિયન બની હતી. જો કે, અંગત જીવનમાં તે ખૂબજ રંગીન મિજાજનો હતો અને તેના કારણે ખૂબજ વગોવાયેલો પણ હતો