ઓસ્ટ્રેલિયનના મહાન લેગ સ્પિનર શેન વોર્નનું નિધન કુદરતી કારણોસર થયું હતું, એમ ઓટોપ્સી રીપોર્ટ મળ્યા બાદ થાઇલેન્ડની પોલીસે સોમવારે જણાવ્યું હતું. થાઈલેન્ડમાં ગત અઠવાડિયે એક આઈલેન્ડ ઉપર ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
ડેપ્યુટી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તપાસ અધિકારીઓને આજે ઓટોપ્સી રીપોર્ટ મળ્યો છે, જેમાં ફોરેન્સિક ડોક્ટરે કુદરતી મોતને પુષ્ટી આપી છે. પોલીસે કોઇ ષડયંત્રનો ઇનકાર કર્યો હતો. શેન વોર્નનો મૃતદેહ મંગળવારે ઓસ્ટ્રેલિયન કાઉન્સિલરના અધિકારીઓને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શેન વોર્નનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. થાઈલેન્ડના કોહ સમુઈના આઈલેન્ડના જે વિલામાંથી શેન વોર્નનું નિધન થયું હતું, તે વિલા બહાર શેન વોર્નના ફેન્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપતાં વિલા બહાર ફૂલો, ફ્લેગ, ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ શર્ટ, બીન્સના કેન અને સિગારેટના પેકેટ મુકવામાં આવ્યા હતા 52 વર્ષીય શેન વોર્નનું ગત શુક્રવારના રોજ મોત નિપજ્યું હતું. અને તેમની ગણના સ્પિન બોલર્સના મહાન બોલર્સમાંથી એક તરીકે થાય છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસન દ્વારા શેન વોર્નને દેશના મહાન કેરેક્ટરમાંથી એક કહેવામાં આવ્યા હતા.