કેમ્બ્રિજ યુનિવર્સિટીના બ્રિટિશ જિનેટિક્સ પાયોનિયર શંકર બાલાસુબ્રમણ્યમે એક નવી સિક્વન્સિંગ ટેકનિક વિકસાવવામાં મદદ કરી જે ડીએનએમાં પરમાણુ ફેરફારો કરી શકે છે. તેમણે વિજ્ઞાનના સૌથી મૂલ્યવાન ઇનામોમાંનું એક જીતી લીધું છે. આ નવી ટેકનીક રોગ અને વૃદ્ધત્વ વિશેની આપણી સમજને બદલી શકે છે.
લાઇફ સાયન્સમાં ક્રાંતિ લાવનાર ડીએનએને વાંચવાની અતિ ઝડપી પદ્ધતિ, નેક્સ્ટ જનરેશન સિક્વન્સીંગ (NGS)ની શોધ કરવામાં મદદ કરવા બદલ પ્રોફેસર સર શંકર બાલાસુબ્રમણ્યનને ગયા અઠવાડિયે $1 મિલિયનનું બ્રેકથ્રુ ઇનામ આપવામાં આવ્યું હતું.
NGS આપણા આનુવંશિક કોડના ચાર “અક્ષરો” – A, C, T અને G ને ઝડપથી વાંચીને કાર્ય કરે છે. જો કે તેઓ માને છે કે ડીએનએ મૂળાક્ષરો આના કરતાં વધુ વ્યાપક છે. તેઓ હવે એપિજેનેટિક્સના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમની બાયોટેક કંપની, કેમ્બ્રિજ એપિજેનેટિક્સે નવી સિક્વન્સિંગ ટેકનોલોજી વિકસાવી છે. જો કે તે હજી બજારમાં આવી નથી. પરંતુ તે ટેક્નીક વર્તમાન કરતાં વધુ ઝડપથી અને સચોટ રીતે DNA ને વાંચી શકશે અને તેના કારણે અવનવી બીમારીઓ અને તેના ભેદ ખોલી શકાશે.