Shahzada Dawood (R) with his son Suleman Dawood (Courtesy Engro Corporation Limitedvia REUTERS)_TITANIC-SUBMERSIBLE

દાઉદ પરિવાર તથા બ્રિટીશ એશિયન ટ્રસ્ટે એટલાન્ટિક મહાસાગરના ઊંડાણમાં ટાઈટન સબ ડિઝાસ્ટરમાં માર્યા ગયેલા શાહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાનને શ્રદ્ધાંજલિ આપી છે. પરિવારનું કહેવું છે કે, ‘શાહજાદા અને સુલેમાન વચ્ચેનો સંબંધ જોઈને આનંદ થયો છે. શાહજાદા હંમેશા ટેક્નોલોજી અને સાધનોની શોધમાં હતા જે તેમને સુધારવામાં મદદ કરે.

પરિવારે પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે “શહજાદા અને સુલેમાન વચ્ચેનો સંબંધ આનંદદાયક હતો. તેઓ એકબીજાના સમર્થકો, ગાઢ મિત્રો હતા અને સમગ્ર વિશ્વમાં સાહસ અને શોધખોળ માટેના સહિયારા જુસ્સાને વળગી રહ્યા હતા અને લોકોને શીખવા માટે સમાન જુસ્સો વિકસાવવા પ્રેરણા આપી હતી. તેમણે એકબીજાની સાથે રહીને જ્ઞાનની શોધ કરી કૌટુંબિક મિત્રતાના બંધન પરના મૂલ્યવાન લેસન્સને મૂર્ત કર્યા હતા.’’

પરિવારે જણાવ્યું હતું કે ‘’આ અકલ્પનીય દુર્ઘટના બાદ અમે આશ્વાસન મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તથા પિતા અને પુત્ર સાથે મળીને તેમની આધ્યાત્મિક યાત્રાના આગળના તબક્કામાં આગળ વધ્યા છે તેવી માન્યતા સાથે દિલાસો મેળવીએ છીએ. શહજાદાએ હંમેશા કૌટુંબિક મૂલ્યોનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના બાળકોને પણ તે શીખવ્યું હતું. તે એક ઉત્સુક માળી અને ફોટોગ્રાફર હતો તથા લોકો અને માનવ વિકાસ વિશે ખૂબ કાળજી લેતો હતો. શાહઝાદાએ હજારો પાકિસ્તાની પરિવારો માટે સમૃદ્ધિનું નિર્માણ કરવા રીન્યુએબલ એનર્જી અને ટેક્નોલોજી ડોમેન્સમાં બિઝનેસની સ્થાપના સાથે પરિવારના ઉદ્યોગસાહસિક વારસાને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.‘’

શાહજાદા એન્ગ્રો કોર્પોરેશન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, અને તેના સૌથી લાંબા સમય સુધી સ્થાયી ડિરેક્ટરોમાંના એક હતા. પાકિસ્તાન માટે અર્થપૂર્ણ સમસ્યાઓ ઉકેલવા માટે સંગઠનને નિર્દેશિત કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

પરિવારે શ્રધ્ધાંજલિમાં ઉમેર્યું હતું કે, “સુલેમાન, તેમના પિતાની જેમ, સેવા કરવા માટે પ્રતિબદ્ધ હતા. તેઓ સ્નાતક થયા પછી એન્ગ્રોમાં જોડાયા હતા અને પરિવાર તેમના પર પ્રખર વિશ્વાસ ધરાવતો હતો. તેઓ પ્રિય રુબિક ક્યુબ અને ચહેરા પર સ્મિત સાથે ફરતા હતા. તેઓ વિજ્ઞાન, સાહિત્ય અને વોલીબોલને પસંદ કરતા હતા. તેમણે નમ્રતા અપનાવી હતી જે તેમના માતાપિતાના ઉછેરનું સાચું પ્રતિબિંબ હતું. તેઓ એક મિલનસાર સાથી હતા. સુલેમાનની યુનિવર્સિટીના મિત્રો દ્વારા પ્રશંસા કરાઇ હતી. તેમની બહેન અને યુવાન પિતરાઈ ભાઈઓ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા, જેઓ ઘણીવાર મિત્રતા, સલાહ અને હાસ્ય માટે ‘સુલેમાનભાઈ’ તરફ જોતા હતા.’’

પરિવારે કહ્યું હતું કે “શાહજાદા અને સુલેમાન વિશાળ પરિવારના તમામ સભ્યોને પ્રેમ કરતા હતા. પરંતુ તેઓ ખાસ કરીને ક્રિસ્ટીન (પત્ની અને માતા) અને અલીના (પુત્રી અને બહેન)ના પ્રિય હતા. શાહજાદા અને અલીનાએ સાચો પિતા-પુત્રીનો સંબંધ વહેંચ્યો હતો અને ઘણીવાર સાથે રસોઇ કરતા, જીવન વિશે ખૂબ જ વાર્તાલાપ કરતા હતા. આ પરિવારના કેન્દ્રમાં રહેલા ક્રિસ્ટીને બધાને એકસાથે પકડી રાખ્યા હતા અને પોતાની જાતને સંપૂર્ણ રીતે સમર્પિત કરી હતી. તે ખૂબ જ પ્રેમ કરતી અને તેમનું રક્ષણ કરતી હતી. શહજાદાના માતા-પિતા, હુસૈન અને કુલસુમ દાઉદ અને શાહજાદાના ભાઈ-બહેન અને તેમના જીવનસાથી સહિત દાઉદ પરિવારના દુઃખને વ્યક્ત કરવું મુશ્કેલ છે.”

ધ બ્રિટિશ એશિયન ટ્રસ્ટે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘’અમે સૌ આ દુઃખદ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ. શાહઝાદા એક અદ્ભુત અને ઉદાર માણસ હતા. જેમણે ઘણા વર્ષો સુધી સાઉથ એશિયામાં અમારા કાર્યને સમર્થન આપ્યું હતું. દુઃખ અને નુકસાનના આ અકલ્પનીય સમયે અમારા હૃદય અને પ્રાર્થના પરિવાર અને મિત્રો સાથે છે. આ ભયંકર ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા સૌ પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે.”

 

LEAVE A REPLY