ઇડીએ રોઝ વેલી પોન્ઝી સ્કીમ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ સાથે સંકળાયેલી કંપની સહિત 3 અન્ય કંપનીઓની 70 કરોડથી વધુંની સંપત્તી જપ્ત કરી છે, ઇડીનાં એક અધિકારીએ તેની માહિતી આપતા જણાવ્યું કે મની લોન્ડ્રીંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઇડીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે રોઝ વૈલી ગ્રુપ અને તેની અન્ય સંસ્થાઓ પાસેથી મળેલા નાણાંનાં સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, ઇડીએ જણાવ્યું કે મની લોન્ડ્રીગ એક્ટ (PMLA) પ્રમાણે ઘણી સંસ્થાઓ અને વ્યક્તિઓ સાથે જોડાએલા લોકોની 70.11 કરોડની મિલકતને જપ્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રોઝ વેલી કેસ મામલામાં ઇડી દ્વારા કોલકાતા અને ભુવનેશ્વરમાં કેટલીય ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.