શાહરૂખ ખાને બોલીવૂડમાં કમબેક કરવા માટે ફિલ્મ પઠાનને પસંદ કરી છે. હવે આ ફિલ્મ અંગે એક નવી વાત બહાર આવી છે. શાહરૂખે એકશન આધારિત આ ફિલ્મ માટે એક ફિલ્મના બજેટ જેટલી ફી લીધી હોવાનું કહેવાય છે.
સૂત્રો કહે છે, આ ફિલ્મ માટે શાહરૂખે રૂ. 90 કરોડ જેટલી ફી લીધી હોવાની વાત છે. ઉપરાંત તેણએ આ ફિલ્મના નફામાં પણ પોતાનો ભાગ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે, જોકે ફિલ્મના નિર્માતાએ આ વાતની પુષ્ટી કરી નથી.
આ ફિલ્મમાં શાહરૂખની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પદુકોણ કામ કરી રહ્યા છે. આ ત્રણેય સ્ટાર્સને એક જ ફિલ્મમાં ભેગા કરવાથી નિર્માતાનું બજેટ વધી ગયું છે. જોને આ ફિલ્મ માટે રૂ. 25 કરોડ અને દીપિકાએ રૂ. 15 કરોડ ફી સ્વરૂપે લીધા હોવાનું કહેવાય છે. તેથી આ ફિલ્મનું સમગ્ર બજેટ રૂ. 200 કરોડથી વધુ થઇ ગયું છે. શાહરૂખ ‘પઠાન’ ફિલ્મમાં ટાઇટલ ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા તે ત્રણ વર્ષ પછી મોટા પડદે જોવા મળશે. આ અગાઉ તેની ફિલ્મ ‘ઝીરો’ રિલીઝ થઇ હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી. તેથી શાહરૂખ પર આ ફિલ્મ માટે ઘણું દબાણ છે.