વિશ્વ વિખ્યાત ટાઇટેનિક જહાંજની તપાસ માટે કેનેડાના દરિયાકિનારે આવેલા ન્યુફાઉન્ડલેન્ડથી લગભગ 370 માઇલ દૂર ગયેલા બ્રિટિશ ઉદ્યોગપતિ અને સંશોધક હેમિશ હાર્ડિંગ, પાકિસ્તાની મૂળના યુકે સ્થિત ઉદ્યોગપતિ શાહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન સહિત કુલ પાંચ જણા સાથેની નાનકડી સબમરીન દરિયાના પેટાળમાં ગુમ થઇ જતાં સર્ચ ટીમો દ્વારા વ્યાપક શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી તેના કોઈ ચિહ્ન મળ્યા નથી.

પાંચ જણાને વહન કરતી નાની સબમરીન સાથેનો સંપર્ક રવિવારે તા. 18ના રોજ ભંગાર સ્થળ પર જવાના લગભગ એક કલાક અને 45 મિનિટમાં જ તૂટી ગયો હતો. સોમવાર બપોર સુધી, એવું માનવામાં આવતું હતું કે ક્રૂ સભ્યો પાસે ચાર દિવસનો ઓક્સિજન બચ્યો હતો. આ ડાઇવ પાછળની પેઢી ઓશનગેટના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટોકટન રશ અને પણ ફ્રેન્ચ સંશોધક પોલ-હેનરી નાર્જિયોલેટ પણ તે સબમરીનમાં હોવાના વ્યાપક અહેવાલ છે. સબમર્સિબલ ઓપરેટર ઓશનગેટે જણાવ્યું હતું કે તેનું સમગ્ર ધ્યાન ક્રૂના પરત ફરવા પર છે.

58 વર્ષના બિલિયોનેર ખાનગી જેટ ડીલર મિસ્ટર હાર્ડિંગ એરક્રાફ્ટ ફર્મ એક્શન એવિએશનના ચેરમેન છે અને તેમણે અવકાશમાં ઉડાન ભરી છે અને ત્રણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેમણે દક્ષિણ ધ્રુવની ઘણી વખત મુલાકાત લીધી છે, 2022માં બ્લુ ઓરિજિનની પાંચમી હ્યુમન-ક્ર્યુડ બેસીને અવકાશમાં ઉડાન ભરી હતી. તેમણે મારિયાના ટ્રેન્ચના સૌથી ઊંડા ભાગમાં ડાઇવ દરમિયાન સમુદ્રની ઊંડાઈમાં સૌથી લાંબો સમય વિતાવ્યો હતો.

હાર્ડિંગે યાત્રા શરૂ કરતા પહેલા ફેસબુક પર જણાવ્યું હતું કે કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડમાં સેન્ટ જોન્સ શહેરમાંથી એક જહાજ ટાઇટેનિકના ભંગારનાં ગંતવ્ય માટે રવાના થયું હતું. તેમણે રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ લગભગ 4:00  (08:00 GMT) વાગ્યે સબમર્સિબલમાં ડાઇવિંગ કામગીરી શરૂ કરવાનું આયોજન કર્યું હતું.

તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે “ન્યુફાઉન્ડલેન્ડમાં 40 વર્ષમાં સૌથી ખરાબ શિયાળો છે. આ મિશન 2023 માં ટાઇટેનિક માટેનું પ્રથમ અને એકમાત્ર માનવ મિશન હોવાની સંભાવના છે. એક વેધર વિંડો હમણાં જ ખુલી છે અને અમે આવતીકાલે ડાઇવ કરવાનો પ્રયાસ કરીશું.”

LEAVE A REPLY