બોલીવૂડમાં ડાયરેક્ટર અલી અબ્બાસ જફર પોતાની નવી થ્રિલર ફિલ્મ માટે શાહિદ કપૂરનો સંપર્ક કરી રહ્યા છે. અલી અબ્બાસ જફર એક વિદેશી ફિલ્મની હિન્દી રીમેક બનાવાની યોજના છે, જેના માટે તેને શાહિદ કપૂર યોગ્ય અભિનેતા લાગે છે. આ ફિલ્મનું બજેટ અંદાજે રૂ. 200 કરોડનું હોવાનો કહેવાય છે.
સૂત્રો કહે છે કે, આ ફિલ્મનું આ જ વર્ષે શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. હવે આ ફિલ્મને અંગે એવું કહેવાય છે કે, શાહિદ કપૂરની આ ફિલ્મ માટે અભિનેત્રીની શોધ પણ પૂર્ણ થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂમિ પેડણેકરે અલી અબ્બાસ જફર સાથે આ મુદ્દે ચર્ચા કરી લીધી છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. અગાઉ આ બંનેએ ક્યારેય કોઇ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી તેથી તેથી પ્રોડ્યુસર-ડાયરેક્ટર એક નવી જોડીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવા ઇચ્છે છે. ભૂમિ પેડણેકર હમણા સુધી ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ રક્ષાબંધનના નિર્માણમાં વ્યસ્ત હતી, તેનું શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. તે શશાંક ખેતાનની મિસ્ટર લેલેમાં પણ જોવા મળશે. તેમાં તેની સાથે કિયારા અડવાણી અને વિક્કી કૌશલ પણ છે. ભૂમિ પાસે રાજકુમાર રાવની બધાઇ દો ફિલ્મ પણ છે.