પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ લગ્ન કરવાના મામલે તેના પુરોગામી ઇમરાન કરતાં ચડિયાતા છે. 69 વર્ષના ઇમરાને ત્રણ વાર લગ્ન કર્યા હતા, પરંતુ 70 વર્ષના શાહબાઝ શરીફ પાંચ વાર લગ્ન કર્યા હોવાનું માનવામાં આવે છે.
શાહબાઝે સૌ પ્રથમવાર 1973માં બેગમ નુસરત શાહબાઝ સાથે લગ્ન કર્યા હતા. બેગમ નુસરત સાથેનું લગ્ન જીવન 20 વર્ષ સુધી ચાલ્યું હતું. 1993માં શાહબાઝે આલિયા હની નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. મોટા ભાઇ નવાઝ શરીફે આલિયા હની સાથેના લગ્નનો વિરોધ કર્યો હતો. શાહબાઝ પર તલ્લાક આપવા સુધીનું દબાણ થયું હતું પરંતુ તે ઝુકયા ન હતા. જોકે અલિયા હની સાથેના સંબંધો ઝડપથી વિચ્છેદ થયા અને નિલોફર ખોસા નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. 2003માં સામાજીક કાર્યકર્તા અને લેખિકા તેહમીના દુરાર્ની સાથે લગ્ન કર્યા જે તેમના ચોથા લગ્ન હતા. તેહમિના સાથેનું પ્રેમ પ્રકરણ 8 વર્ષ સુધી ચાલ્યું હતું ત્યાર બાદ લગ્ન કરવાનું નકકી કર્યુ હતું. જયારે 2012માં શાહબાઝના જીવનમાં કલસૂમ હયી નામની મહિલા જીવનમાં આવી જે તેની પાંચમી પત્ની બની હતી. હાલમાં શાહબાઝની બે પત્નીઓ નુસરત અને તેહમીના સાથે જ રહે છે. જયારે આલિયા, નિલોફર અને કુલસૂમને તલ્લાક આપી દીધા છે. નુસરતના બે પુત્રો અને ત્રણ પુત્રીઓ જયારે આલિયા બનીની એક પુત્રી છે. શાહબાઝનો એક પુત્ર સુલેમાન અબજો રુપિયાનો પારીવારિક બિઝનેસ સંભાળે છે.