શાહરૂખ ખાનની નવી ફિલ્મ જવાન ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. પરંતુ દર્શકોમાં પહેલાથી જ તેના માટે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં એડવાન્સ બુકિંગની ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. શાહરૂખ ખાન-નયનતારા અભિનિત ફિલ્મના રિલીઝ થયેલા ગીતો અને પ્રીવ્યુ-પોસ્ટર્સ જોયા પછી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની આ વર્ષની બીજી રિલીઝ ફિલ્મ છે. હવે જો સૂત્રોની વાત માનીએ તો શાહરૂખ ખાનની આ
ફિલ્મ વિશ્વના સૌથી મોટા પડદે રિલીઝ થશે. કેટલાક અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહરૂખ ખાનની આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સિનેમા સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આ ફિલ્મને જર્મનીના લિયોનબર્ગમાં સૌથી મોટી IMAX સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે.
આ સિનેમા હોલનો પડદો 125 ફૂટ પહોળો અને 72 ફૂટ ઊંચો છે. તે સામાન્ય સ્ક્રીન કરતા ઘણો મોટો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર કોઈ ભારતીય ફિલ્મને આટલા મોટા પડદા પર રજૂ કરવામાં આવી રહી છે. અમેરિકા અને દુબઈ જેવા શહેરોમાં જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં આ ફિલ્મની 11,880 ટિકિટ વેચાઈ ચૂકી છે, તેની સાથે જવાને કુલ 1.52 કરોડની કમાણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર અમેરિકામાં જ જવાનને 407 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં રિલીઝ થશે અને દીપિકા પાદુકોણનો પણ તેમાં કેમિયો છે