સુપરસ્ટાર શાહરૂખ ખાનની થ્રિલર ફિલ્મ “જવાન”ને વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર રૂ.1004.92 કરોડની કમાણી કરી છે. પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે એક્સ પર ફિલ્મના કલેક્શન લેટેસ્ટ ડેટા સોમવારે જારી કર્યાં હતા.
“જવાન” 7 સપ્ટેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ “એક માણસની ભાવનાત્મક સફરની કહાની દર્શાવે છે જે સમાજમાં થતી ભૂલોને સુધારવા માટે તૈયાર છે. ફિલ્મમાં શાહરૂખ વિક્રમ રાઠોડ અને તેના પુત્ર આઝાદની બેવડી ભૂમિકામાં છે. “જવાન” માં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત સાથે નયનથારા અને વિજય સેતુપતિ પણ ખાસ ભૂમિકામાં છે.