લોસ એન્જલસમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજા થતાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની અમેરિકામાં સર્જરી કરાવવામાં આવી હતી. મીડિયા રીપોર્ટ મુજબ સર્જરી પછી અભિનેતા ભારત પાછો ફર્યો છે અને તે ઘરે સ્વસ્થ થઈ રહ્યો છે. SRK લોસ એન્જલસમાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો અને તેના નાકમાં ઇજા થઈ હતી. તેને લોહી નીકળવા લાગ્યું હતું અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતી. શાહરુખની ટીમને ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને કિંગ ખાનને બ્લીડિંગ રોકવા માટે નાની સર્જરી કરવી પડશે. ઓપરેશન પછી SRK નાક પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ‘પઠાન’ બાદ હવે શાહરુખ ‘જવાન’માં જોવા મળશે. શાહરુખની આ ફિલ્મમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના હેઠળ બનતી આ ફિલ્મ આ વર્ષે 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણનો કેમિયો હોવાની પણ ચર્ચા છે. ‘જવાન’ બાદ શાહરુખ ખાન બોલિવૂડ ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર, 2023માં રિલીઝ થશે. ફિલ્મમાં તાપસી પન્નુ લીડ રોલમાં છે.