(ANI Photo)

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને શનિવાર, 2 નવેમ્બરે પરિવાર સાથે તેનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો અને એક ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી જ્યાં તેને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી.ઘણા ચાહકો જન્મદિવસની ઉજવણી કરવા બાન્દ્રામાં શાહરૂખના બંગલા મન્નતની બહાર એકઠા થયા હતા.

સુહાનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર SRK સાથેની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે “જન્મદિવસની શુભકામનાઓ. વિશ્વમાં તમને સૌથી વધુ પ્રેમ કરું છું.”

સોશિયલ મીડિયા પરના વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે અભિનેતા “SRK” સાથે સુશોભિત કેક કાપી રહ્યો છે અને ચાહકોએ માટે હેપ્પી બર્થ ડે કહી રહ્યાં હતાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં શાહરૂખે તેની સાંજને ખાસ બનાવવા માટે ચાહકોનો આભાર માન્યો હતો.

શાહરુખે “બાઝીગર”, “ડર” અને “અંજામ” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી.
કિંગ ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના સાથીદારો તરફથી પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.કરીના કપૂર ખાને હાર્ટ ઇમોજી સાથે લખ્યું હતું કે “હેપ્પી બર્થડે કિંગ”.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments