સુરતમાં મહિધરપુરા પોલીસે એક ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીં રેડ પાડીને ચાર મહિલાને બચાવી હતી. જ્યારે ગ્રાહકો અને સંચાલકો સહિત કુલ સાત લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ્સ મુજબ, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યૂનિટને બાતમી માળી હતી. એવી બાતમી મળી હતી કે, રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે. એટલે ક્રાઈમ બ્રાંચ પોલીસે પોતાની ટીમ બનાવી અને આદર્શ ગેસ્ટ હાઉસમાં અચાનક દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે કૂટણખાનુ ઝડપી પાડ્યું હતું. આ સિવાય પોલીસે ચાર મહિલાઓને બચાવી લીધી હતી. જ્યારે ગેસ્ટ હાઉસના માલિક, દલાલ, મેનેજર અને બે ગ્રાહકની ધરપકડ કરી હતી.પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 10,450 અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 42,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગેસ્ટ હાઉસમાંથી પશ્ચિમ બંગાળની ચાર રૂપલલનાઓને મુક્ત કરાવી હતી. જેમાં ગેસ્ટ હાઉસના માલિક,એક દલાલ અને મેનેજર તથા શરીર સુખ માણવા આવેલા બે ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપેલા તમામ આરોપીઓની કડક પૂછપરછ પણ કરી હતી.