ભારતના મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આરોગ્યધામ ખાતે ડેન્ટલ યુનિટના નવીનીકરણ માટે £500,000નું ભંડોળ એકત્ર કરવાના લક્ષ્ય સાથે એકત્ર કરવા સેવા યુકે દ્વારા લંડન ખાતે રિક્ષા રન 2023 લોન્ચ કરવામાં આવી હતી. 15 સહાયક સ્ટાફ સાથે 108 સેલ્ફ ફંડેડ સહભાગીઓ
ચિત્રકૂટથી ભુજ-કચ્છ સુધીની રીક્ષા યાત્રાની શરૂઆત 10મી ડિસેમ્બરે શરૂ કરશે. 36 રિક્ષામાં આ કાફલો 12 દિવસમાં 4 રાજ્યોમાં 2000 કિમીથી વધુની મુસાફરી કરી 23મી ડીસેમ્બરે ભુજ આવશે. રસ્તામાં તેઓ આ ઉમદા પ્રોજેક્ટ માટે ભંડોળ અને જાગૃતિ લાવશે. એકત્રિત તમામ 100% રકમ સીધી સારા હેતુ માટે જશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત આસપાસના 500 ગામોના લોકોને મફત અથવા ખૂબ જ સસ્તી ક્લેફ્ટ અને પેલેટ સર્જરી પૂરી પાડવામાં આવશે. બિલ્ડીંગમાં પ્રથમ માળે છ ડેન્ટલ સર્જરી હશે, અને એક ડેન્ટલ સર્જરી, એક ઓપરેટિંગ થિયેટર, અને ગ્રાઉન્ડ ફ્લોર પર એક ડેન્ટલ લેબ, વેઇટિંગ એરિયા, ઓફિસો અને વૉશરૂમની સુવિધાઓ અપાશે. છેલ્લાં 25 વર્ષથી સંસ્થાના ડોકટરો, ડેન્ટીસ્ટ અને નર્સોની ટીમ મેડિકલ કેમ્પ ચલાવે છે, જેમાં ફાટેલા હોઠ અને તાળવાની સારવાર આપવામાં આવે છે.
યુકેના સ્વયંસેવકોની ટીમોના કૌશલ્યો અને સમર્પણનો ઉપયોગ કરીને ચેરિટી દર્દીઓની સારવાર કરવા અને ગ્રામજનોને શિક્ષિત કરવા માટે સ્થાનિક સ્ટાફને તાલીમ અપી આત્મનિર્ભર બનવા મદદ કરશે.
આ દાનની મદદથી નવા એક્સ-રે મશીનો અને ડાયગ્નોસ્ટિક ઇક્વિપમેન્ટ, નવા ઓપરેટિંગ થિયેટર અને ટેબલ્સ, અપડેટેડ વોર્ડ અને પેથોલોજી લેબોરેટરી તથા નવી અલ્ટ્રાસાઉન્ડ, ફર્નિચર અને વોશરૂમની સુવિધાઓ ઉભી કરાશે.
સંસ્થા દ્વારા 2007 થી 2019 દરમિયાન DRI કેન્દ્રમાં 182,000 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તો 2007 થી 2019 સુધીમાં 450 થી વધુ ફાટેલા હોઠ અને તાળવાના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. ચિત્રકૂટની આસપાસના વિવિધ ગામોના 35,000 થી વધુ દર્દીઓની સારવાર કરાઇ છે.